Sports

2 વર્ષ પછી ધોનીની સોશિયલ મીડિયા પર એન્ટ્રી, ભારતની જીત બાદ ગંભીર અને બુમરાહના કર્યા વખાણ

અમદાવાદના Narendra Modi Stadium ખાતે રમાયેલી ICC Men’s T20 World Cup 2026 Finalમાં ભારતે શાનદાર જીત નોંધાવી ઇતિહાસ રચ્યો છે. ફાઈનલમાં ભારતે New Zealand national cricket teamને 96 રનથી હરાવી પોતાનો ત્રીજો T20 વર્લ્ડ કપ ખિતાબ જીત્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 255 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો, જ્યારે જવાબમાં કીવી ટીમ માત્ર 159 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ. ભારતની આ ઐતિહાસિક જીતમાં Jasprit Bumrahનો બોલિંગ પ્રદર્શન નિર્ણાયક સાબિત થયું. બુમરાહે માત્ર 15 રન આપી 4 વિકેટ ઝડપી અને ન્યૂઝીલેન્ડની બેટિંગ લાઇનઅપને તોડી નાંખી.

મેચ બાદ સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચા પૂર્વ ભારતીય કેપ્ટન MS Dhoniની પોસ્ટની થઈ રહી છે. લગભગ બે વર્ષ પછી સોશિયલ મીડિયા પર એક્ટિવ થયેલા ધોનીએ ટીમ ઇન્ડિયાને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એમની પોસ્ટમાં લખ્યું કે, અમદાવાદ ખાતે ઇતિહાસ રચ્યો છે, ટીમ અને સપોર્ટ સ્ટાફ અને વિશ્વવ્યાપી ભારતીય ક્રિકેટ ટીમના તમામ ચાહકોને ખૂબ અભિનંદન. તમે બધાને રમતાં જોઈ આનંદ થયો. ખાસ કરીને ટીમના હેડ કોચ Gautam Gambhir માટે તેમણે રમૂજી અંદાજમાં લખ્યું કે, “કોચ સાહેબ, તમારા ચહેરા પર સ્મિત ખૂબ જ સારું લાગે છે.” સામાન્ય રીતે ગંભીર સ્વભાવ માટે જાણીતા ગંભીર અંગે ધોનીની આ ટિપ્પણી ફેન્સને ખૂબ પસંદ આવી છે. ધોનીએ પોતાની પોસ્ટમાં ચેમ્પિયન બોલર બુમરાહના પણ દિલથી વખાણ કર્યા. તેમણે લખ્યું કે, “બુમરાહ વિશે કંઈ ન લખું તો જ સારું… ચેમ્પિયન બોલર!” આ ટિપ્પણી સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ.

ફાઇનલ દરમિયાન ધોની Rohit Sharma સાથે VVIP બોક્સમાં બેઠા જોવા મળ્યા હતા અને ટીમને ઉત્સાહ આપતા નજરે પડ્યા હતા. તેમની આ પોસ્ટે લાંબા સમયથી ચાલતી કેટલીક અફવાઓ ખાસ કરીને ગંભીર અને ધોની વચ્ચેના સંબંધોને લઈને પર પણ વિરામ મૂકી દીધો છે. ભારતની આ ઐતિહાસિક જીત અને ધોનીની ખાસ પોસ્ટે ફેન્સમાં ઉત્સાહને વધુ વધારી દીધો છે.

Most Popular

To Top