National

ધર્મેન્દ્રના અવસાનથી દેશમાં શોકની લહેર, PM મોદીથી રાષ્ટ્રપતિ સુધી બધા નેતાઓએ વ્યક્ત કરી સંવેદના

બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન થતાં સમગ્ર દેશ શોકમાં ડૂબ્યો છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અવસાન બાદ દેશના ટોચના નેતાઓ જેમકે પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, કેન્દ્રીય મંત્રીઓ અને વિપક્ષના નેતાઓએ ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. સૌએ તેમને ભારતીય સિનેમાનો તેજસ્વી તારલો ગણાવ્યો છે. જેમનો યોગદાન હંમેશા યાદ રહેશે.

કયા કયા નેતાઓએ શું કહ્યું?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
“ધર્મેન્દ્રજીના નિધનથી ભારતીય સિનેમામાં એક યુગનો અંત આવ્યો છે. તેઓ એક પ્રતિષ્ઠિત ફિલ્મ વ્યક્તિત્વ હતા. એક શાનદાર અભિનેતા હતા જેમણે ભજવેલી દરેક ભૂમિકામાં આકર્ષણ અને ઊંડાણ લાવ્યું હતું.”

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
“પીઢ અભિનેતા અને ભૂતપૂર્વ સાંસદ ધર્મેન્દ્રજીનું અવસાન ભારતીય સિનેમા માટે એક અપૂર્ણ નુકસાન છે. તેઓ સૌથી લોકપ્રિય અભિનેતાઓમાંના એક હતા, જેમણે તેમના દાયકાઓ લાંબા શાનદાર કારકિર્દીમાં ઘણા યાદગાર અભિનય આપ્યા હતા.”

ગૃહમંત્રી અમિત શાહ
‘6 દાયકા સુધી પોતાના ઉત્તમ અભિનયથી દેશના દરેક નાગરિકના હૃદયને સ્પર્શી જનારા ધર્મેન્દ્રજીનું નિધન ભારતીય સિનેમા જગત માટે એક અપૂર્ણ નુકસાન છે. એક સામાન્ય પરિવારમાંથી આવતા, તેમણે ફિલ્મ ઉદ્યોગમાં પોતાની ઓળખ બનાવી. ભગવાન તેમના આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને તેમના પરિવાર અને ચાહકોને આ ખોટ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે
ભારતીય ફિલ્મ ઉદ્યોગે એક અમૂલ્ય સિતારો ગુમાવ્યો. ધર્મેન્દ્રજીના અભિનય અને સાદગીની છાપ કાયમી રહેશે. પદ્મ ભૂષણથી સન્માનિત, દાયકાઓ સુધી લોકપ્રિય રેહશે.

રાહુલ ગાંધી
ધર્મેન્દ્રજીનું અવસાન કલા જગત માટે મોટું નુકસાન. લગભગ 7 દાયકાનો યોગદાન હંમેશા યાદ રહેશે. તેમણે ભારતીય સિનેમાને નવી દિશા આપી હતી.

શરદ પવાર
1960થી ફિલ્મ જગતમાં ચમકતા તારલા. એક પેઢી તેમના લુક અને સ્ટાઇલની દીવાની હતી. શોલેમાં ‘વીરુ’ તરીકેની ભૂમિકા ભારતીય સિનેમાનું પ્રતીક બની ગઈ.

કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા
પ્રખ્યાત ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન ભારતીય સિનેમા અને કલા જગત માટે એક અપૂર્ણ નુકસાન છે. તેમણે પોતાના પ્રભાવશાળી અભિનયથી સિનેમા પ્રેમીઓના હૃદય પર અમીટ છાપ છોડી છે. પોતાની સાદગી અને જીવંત અભિનયથી, તેમણે દાયકાઓ સુધી દેશ અને વિશ્વભરના કલા પ્રેમીઓના હૃદય પર રાજ કર્યું. આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવાર અને તેમના ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે . “

Most Popular

To Top