World

ધણી ભાડે આપવો છે! કુશળ અને કાબેલ છે, કામગરો છે! કમાઉ બનાવવો છે!

સામાન્ય સંજોગોમાં માણસો પોતાની વસ્તુઓ, દાગીના, પિયાનો, ફર્નિચર કે વાહનો ભાડે આપી વધારાની આવક ઊભી કરતાં હોય છે. વિવાહ અને વેવિશાળમાં રાજા – રાણી બેસતા તેવા સિહાંસનો અને પોશાક સુધ્ધાં ભાડે મળી જાય પણ પતિ ભાડે મળે તે નવું આકર્ષણ છે! પતિ અને પત્ની વચ્ચે રકઝક થાય, ઘણા પતિ – પત્ની બંને કામ કરી આવકના છેડા સરખાં કરી લેતા હોય છે, પણ પતિ ભાડે મૂકી આવક વધારી કુટુંબ માટે આધાર ઊભો કરવાનો કમાલ કીમિયો UKની ગૃહિણીએ ગજબ દાવ અજમાવ્યો છે! તેનો ઇરાદો સાફ અને સ્પષ્ટ છે! આ વાત જગજાહેર થઈ પછી લોકો અર્થ અને અનર્થ વચ્ચે ફરક તારવી રહ્યાં છે.

ચકચાર શરૂ થઈ જ્યારે 3 બાળકોની સાહસિક માતા લૌરા યંગે તેના પતિ જેમ્સ સાથે પોતાની ‘હાયર માય હેન્ડી હબી’ વેબ લોન્ચ કરી. આ ઉપરાંત લૌરા યંગ સોશિયલ મિડીયામાં છવાઈ ગઇ. લૌરા યંગે ફેસબુક અને લોકપ્રિય નેક્સ્ટડોર એપ્લિકેશન પર જાહેરાત કરી. તેના પતિની કાબેલિયતની જાણ કરી. જગતનો નિયમ છે હરખા ને સરખા મળી જતા હોય છે. જાહેરાત પછી પ્રતિસાદની સંખ્યા જોઈને તે સ્તબ્ધ રહી ગઈ. લૌરાનો મકસદ પરિવાર માટે વધારાની રોકડ મેળવી જીવન વ્યવહાર સરળ બનાવવાનો હતો. જીવન કટોકટીમાંથી પસાર થઇ રહ્યું હતું, ખર્ચ સતત વધી ગયો હતો. એટલે પોતાની ‘હાયર માય હેન્ડી હબી’ વેબ સાઇટ શરૂ કરી છે.

લૌરા યંગને એક પોડકાસ્ટ પરથી આ વિચાર આવ્યો કે એક માણસ કેવી રીતે અન્ય લોકો માટે ફ્લેટપેક ફર્નિચર મૂકીને જીવન નિર્વાહ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફ્લેટપેક વિવિધ વિતરણોમાં ડેસ્કટોપ એપ્લિકેશન્સનું વિતરણ કરવા માટેનું માળખું છે. સ્વતંત્ર ઓપન સોર્સ પ્રોજેક્ટ તરીકે ચલાવવામાં આવે છે. લૌરાને તરત જ પોતાના પતિ જેમ્સ વિશે ખ્યાલ આવ્યો તે પ્રતિભાશાળી છે અને કોઈ પણ ‘ડુ ઇટ યોરસેલ્ફ’ આપમેળે કામમાં સંપૂર્ણ રીતે સફળ છે. તેને જે કામ કહેવામાં આવે તે બરોબર તે પ્રમાણે કરતો આવ્યો છે. મૂળ જેમ્સ એક વેરહાઉસમાં નાઇટ શિફ્ટ કામદાર હતો. 2 વર્ષ પહેલા લૌરાને તેમનાં 3 બાળકો સાથે મદદ કરવા માટે તેમની નોકરી છોડી દેવાની ફરજ પડી હતી. જેમાંથી 2 ઓટીસ્ટીક રોગથી પીડાતા બાળકો વધુ પ્રકાશ અથવા ભારે અવાજોથી જબરજસ્ત તણાવપૂર્ણ અસ્વસ્થતામાં રહે છે.

જ્યારે લોકો કારણો શોધવાં લાગ્યાં ત્યારે લૌરાને સ્પષ્ટતા કરવી પડી. અંધારાંમાં તર્ક લગાવ્યા, સ્વાભાવિક છે લોકો મનગમતું પાસુ ધારી લેતાં હોય છે! જેમ્સ અને લૌરાના બાળકોએ સાંકડા ગોખલા જેવી પથારી પર સૂવાની ના પાડી. જેમ્સે જાત મહેનતે નવેસરથી રસોડાને ફેરવી ડાઇનિંગ ટેબલ બનાવ્યો અને પહોળો આરામદાયક ફેમિલી બેડરૂમ બનાવી આખા ઘરની શિકલ બદલી નાખી. સામાન્ય પેઇન્ટિંગ, સુશોભન સાથે ટાઇલિંગ અને કાર્પેટ બિછાવ્યું. ઘર અને બગીચાની આજુબાજુનું પણ ચિત્ર બદલાયું આ કુશળતાનો ઉપયોગ કરવા લૌરાએ ભાડે મૂકવાનો વિચાર અમલ કર્યો.

જેમ્સ મોટર મિકેનિક્સનો અભ્યાસ કરવા માટે કૉલેજમાં પાછા ફરવાનું આયોજન કરી રહ્યો હતો પણ આશ્ચર્યચકિત દુનિયામાં ચર્ચાસ્પદ બન્યો! તેને ‘રેન્ટ માય હેન્ડી હસબન્ડ’માં ભાડે નિયુક્ત કરવા બાબત જવાબો વાંચવાંનું એક કામ થઈ ગયું! લોકોને ખરેખર રસ છે. કેટલાંક એવા છે કે જેમને ખોટો વિચાર આવ્યો પણ લૌરાએ મક્કમ થઈ નિર્ણય લીધો કે જેમ્સને સંપૂર્ણ રીતે બીજા કંઈક માટે નોકરી પર જશે. જીવનમાં ખરાખરીનો હોવા છતાં તે બીજુ કરવાનું વિચારતી નથી. જેમ્સની પોતાની આવડત છે જે બતાવો અને તે બનાવશે અને તે સ્કેચમાંથી બાળકો માટે કસ્ટમ – બિલ્ડ નાની પથારી તેમજ કુટુંબ માટે આદર્શ એવા બેસ્પોક ફર્નિચર બનાવવા માટે સક્ષમ છે. કોઈ પણ કામમાં ખૂબ જ સંપૂર્ણ છે અને ઉત્તમ બનાવે છે.

જો કે મોટા ભાગના લોકો માને છે કે તેને આવકાર મળવો જોઈએ. તેઓ કહે છે કે બિલ્ડરો પાસે થોડી રસોઈ અને રસોઈયા ઝાઝાં છે. માટે ત્યાં મહેનતાણું મળવું, જેમ્સ ફ્લેટ પેક એકસાથે મૂકવા, ટ્રેમ્પોલાઇન્સ મૂકવા, છાજલીઓ બનાવવા અને ટ્રેમ્પોલિન પર કૂદવાનું ઘણા કારણો છે. આનંદ, ઉત્તેજના અને અણધારીતા ઉપરાંત આ પ્રવૃત્તિ સંકલન, સંતુલનને સુધારે છે. ઇન્સ્ટોલ કરવા જેવી બાબતો માટે યોગ્ય છે. ક્યારેક એવી નોકરી કરવા માટે કોઈને સામેલ કરવું વધુ ઝડપી અને સરળ હોય છે કે જેના માટે રાહ જોવાતી હોય છે. જીવનભર લાગે છે તે રોજગારના જીવન માર્ગમાં આવે છે અને તે નોકરીઓ બાજુ પર પડખે મૂકવામાં આવે છે. અહીં લૌરા યંગની કથા પ્રારંભ થશે. લૌરા ટકોર અને ટપલી સાથે સહયોગની ભાવના વચ્ચે વિચલિત છે, હજી પ્રયાસ ચાલુ છે. ન ભાગ પડે તેવી જણસ ભાડે આપવી છે.

Most Popular

To Top