Dakshin Gujarat Main

દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું ગયા બાદ પણ હાલાકી: 10 દિવસ બાદ પણ વીજ જોડાણમાં વિલંબ

ઘેજ: ચીખલી તાલુકામાં તાઉતે વાવાઝોડા (Tauktae cyclone)ના દસેક દિવસ બાદ (after 10 days) પણ વીજ કંપની દ્વારા ખેતીવાડીની વીજ લાઇન (farming electricity connection)ની મરામત નહી કરવામાં આવતા ખેડૂતોએ પારાવાર મુશ્કેલી (farmers conflict) વેઠવાની નોબત આવી છે.

થોડા દિવસ પૂર્વે તાઉતે વાવાઝોડાની અસર ચીખલી તાલુકામાં પણ જોવા મળી હતી અને પવન સાથે વરસાદ (heavy rain with wind)માં ખેતીપાકને મોટુ નુકશાન થયું હતું. આ ઉપરાંત વીજ લાઇનને પણ અસર થતા કેટલાક ગામોમાં ખેતીવાડીની વીજ લાઇનમાં વીજ પૂરવઠો વીજ કંપની દ્વારા પૂર્વવત કરાયો નથી. આજે તાઉતે વાવાઝોડાના દસેક દિવસ વીતવા છતાં વીજ કંપનીની આંતલિયા, રાનકૂવા, ચીખલી સહિતની કચેરીના ઇજનેરો ખેતીવાડીની વીજ લાઇનની મરામત કરાવી શક્યા નથી. અને કેટલાય ગામોમાં ખેતીની વીજ લાઇન ચાલુ નહી થતા ખેડૂતોને મુશ્કેલી વેઠવાની નોબત આવી છે. એક બાજુ વાવાઝોડામાં ખેડૂતોને નુકશાન થયું છે ત્યારે બીજી બાજુ વીજ કંપનીના બેદરકારીભર્યા કારભારમાં નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. વાવાઝોડાના દસેક દિવસ બાદ પણ વીજ કંપની ખેતીવાડી માટેનો વીજ પૂરવઠો નિયમિત કરવામાં ધરાર નિષ્ફળ રહી છે.

ખેડૂતોને ખાસ કરીને શાકભાજીના પાકોમાં સિંચાઇ ઉપરાંત ચોમાસુ ડાંગરના ધરૂ માટે તૈયારી કરી રહેલા ખેડૂતોને નુકશાન થાય તેવી સ્થિતિ સર્જાઇ છે. શાકભાજીના પાકોને સમયસર પાણી નહી મળતા પાક નિષ્ફળ જવાની ભીંતિ સર્જાઇ રહી છે. પાણીની વ્યવસ્થા હોવા છતાં ખેડૂતો ડાંગરનું ધરૂ વીજળીના અભાવે વાવણી કરી શકે તેવી સ્થિતિમાં નથી. ત્યારે ખેતીવાડીનો વીજ પૂરવઠો પૂર્વવત ઝડપથી થાય તે માટે ધારાસભ્ય સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ રસ દાખવે તે જરૂરી છે.

ઇજનેરે કામ ઘણું છે મરામત થાય તેમ નથી એવું જણાવ્યું
ઘેકટીના સરપંચ મુકેશ પટેલે જણાવ્યું હતુ કે અમારા ગામમાં વાવાઝોડા બાદ ખેતીની વીજ લાઇન ચાલુ કરાઇ નથી. ખેડૂતે અરજી આપ્યાના છ દિવસ વીતવા છતાં મરામત કરાઇ નથી. આ માટે આંતલિયા વીજ કંપનીના નાયબ ઇજનેરને રજૂઆત કરતા તેમણે હાલે કામ ઘણું છે મરામત થાય તેમ નથી. એવું જણાવ્યું હતું.

વીજળીના અભાવે ડાંગરનું ધરૂ વાવી શક્યા નથી
ખરોલીના ખેડૂત છોટુસિંહ પરમારે જણાવ્યું હતું કે અમારી ખેતીની વીજ લાઇનમાં વીજ પૂરવઠો ચાલુ થાય તે માટે વીજ કંપનીની રાનકૂવા કચેરીમાં રજૂઆત કરવા છતાં આજે વાવાઝોડાના દસ દિવસ બાદ પણ ચાલુ કરાયો નથી. વીજળીના અભાવે ડાંગરનું ધરૂ પણ વાવી શકયા નથી.

કામગીરી ચાલુ છે અમારી પાસે માણસો ઓછા છે
રાનકૂવા વીજ કંપનીના નાયબ ઇજનેર એન.જી.પટેલના જણાવ્યાનુસાર ખેતીવાડીની વીજ લાઇનની મરામતની કામગીરી ચાલુ છે. હાલ મારી પાસે માણસો ઓછા છે.

આંતલિયા વીજ કંપનીના નાયબ ઇજનેરનો સંપર્ક થઇ શક્યો નહીં
આંતલિયા વીજ કંપનીની કચેરીના નાયબ ઇજનેર આઇ.સી. પટેલનો 9879200966 ફોન નંબર ઉપર અવાર-નવાર સંપર્ક કરવા છતાં ફોન સતત વ્યસ્ત આવવા સાથે સંપર્ક નહી થતાં તેમની વાત જાણી શકાઇ ન હતી.

Most Popular

To Top