દમણ : સંઘપ્રદેશ દમણ(Daman)ના જામપોર(Jampor) દરિયા(sea)માં ગુરૂવારે વાપી(Vapi)ના રાતા ગામના બે યુવાન મોજમસ્તી બાદ નાહવા માટે દરિયામાં ઉતર્યા હતા. જ્યાં પાણીના વહેણને કારણે તેઓ દરિયામાં તણાઈને ડૂબવા લાગ્યા હતા. જ્યાં બન્ને યુવાનને ડૂબતા જોઈ કિનારા પર બોટ લંગારી રહેલા માછીમારોએ તુરંત બોટને દરિયામાં ઉતારી તેમને બચાવવા માટે તજવીજ હાથ ધરી હતી. જ્યારે ઘટનાની જાણ તુરંત દમણના અધિકારીઓ, પોલીસ અને ફાયરને થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અંગે કોસ્ટગાર્ડ એર સ્ટેશનને જાણ કરતાં જ કોસ્ટગાર્ડના જવાનો હેલિકોપ્ટર સાથે જામપોર આવી એક યુવાનને માછીમારોએ એને બીજા યુવાનને કોસ્ટગાર્ડએ એરલીફ્ટ કરી બચાવી લીધો હતો. ઘટના બાદ દમણના કલેક્ટર તપસ્યા રાઘવે 31 ઓગસ્ટ સુધી દમણના દરિયામાં નાહવા(bathe) પર પ્રતિબંધ(Prohibition) લગાવી કલમ 144 દાખલ કરી હતી.
- દરિયામાં નાહવાના કલેક્ટરના પ્રતિબંધની ‘ઐસી કી તૈસી’ કરતા પર્યટકો
- ઘટનાના બીજા દિવસે શુક્રવારે પણ મોટી સંખ્યામાં પર્યટકો દરિયા કિનારે ઉમટી પડ્યા, નાહવાની મજા ઉઠાવતા લોકોને ખદેડ્યા
આ ઘટનાના બીજા જ દિવસે શુક્રવારે જામપોર દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો(Tourists) ઉમટી પડ્યા હતા. જે પૈકી અમુક યુવાનો અને મોટેરાઓ જીવની પરવાહ કર્યા વગર જોખમી દરિયામાં નાહવાની મજા માણતા નજરે પડ્યાં હતા. જેની જાણ પોલીસ કર્મીઓને થતાં તેઓએ દરિયામાં ઉતરેલા પર્યટકોને બહાર કાઢી તેમને ત્યાંથી ભગાડવાની કામગીરી કરી કલમ 144ની જાણ કરી હતી. જ્યારે નાની દમણ સી-ફેસ જેટી દરિયા કિનારે તથા દેવકા દરિયા કિનારે પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. હવે પ્રશાસન દરિયા કિનારે લાઉડ સ્પીકર મારફતે લોકોને ચેતવણી આપી તેમને જોખમી દરિયાથી દૂર રહેવા તથા જારી કરેલા આદેશનું પાલન કરાવે એ જરૂરી છે.
લીમોદરામાં નદીમાં નાહવા પડેલા યુવાનને મગરે પકડી લીધો, જીવ બચાવવા એક કલાક સુધી જંગ
ભરૂચ, ઝઘડિયા: ઝઘડિયાના લીમોદરા ગામે નદીમાં નાહવા પડેલા 5 મિત્રો પૈકી એક યુવાનને મગરે પકડી લેતાં જીવ સટોસટીનો જંગ એક કલાક સુધી ખેલાયો હતો. ચાર મિત્રોએ ભારે જહેમતે યુવાનને મગરના મુખમાંથી ઉગારી લીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઝઘડિયાના લીમોદરા ગામે મગરના હુમલામાં ઈજાગ્રસ્ત કમલેશ ભીખા વસાવાને પગે ગંભીર ઇજા પહોંચતાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યો છે.
શુક્રવારે બપોરે ઝઘડિયાના લીમોદરા ગામનો કમલેશ ભીખા વસાવા તેના ૪ મિત્ર સાથે નર્મદા નદીમાં નાહવા ગયો હતો. બપોર સુધી કામ પતાવ્યા બાદ તેઓ ગરમી વધુ હોય નર્મદા નદીમાં નાહવા ગયા હતા. જ્યાં નદીમાં રહેલો મગર પાછળથી કમલેશભાઈ ઉપર હુમલો કરી પાણીની અંદર ખેંચી ગયો હતો. મગર પાણીમાં ખેંચી જતાં કમલેશે બૂમો પાડતાં તેના મિત્રો દોડી આવ્યા હતા. અને કમલેશને બચાવવા પ્રયત્ન હાથ ધર્યા હતા. પાણીની અંદર મગરે જડબામાં યુવાનનો પગ દબોચી લીધો હોવાથી પાણીમાંથી બહાર આવવામાં અસમર્થ બન્યો હતો. ચાર મિત્રોએ લાકડીની મદદથી મગરનો પ્રતિકાર કર્યો હતો. કમલેશે પણ હિંમત દાખવી મગરના મુખમાંથી પોતાને છોડાવવાના પ્રયત્નો જારી રાખ્યા હતા. મગર ૮ ફૂટનો હોવાનો અંદાજ કમલેશે લગાવ્યો હતો. મગરે પગ છોડતાં જ એક કલાકની ભારે જહેમતે યુવાન હેમખેમ ઊગરી ગયો હતો. કમલેશને પગના ભાગે ગંભીર ઇજા થતાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મગરના હુમલામાં એક ઈસમ પર હુમલાની વાત વાયુવેગે પ્રસરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો.