Gujarat

રાજ્યમાં રખડતા ઢોર પર કાબુ લાવવા સીએમની એક વાક્યમાં ટકોર :કેબિનેટની બેઠકમાં આપી સૂચના

અમદાવાદ :હાલમાં જ ડેપ્યુટી સી.એમ.(Deputy CM) નીતિન પટેલના (Nitin Patel) કાફલા ઉપર રખડતા ઢોરે અડફેટે લીધા હતા.તો બીજી તરફ પોરબંદરમાં (Porbandar) મુખ્ય મંત્રીના (Chief Minister) કાફલામાં પણ રખડતા ઢોર ઘુસી આવ્યા હતા.આ બન્ને ઘટનાઓને લઇને મુખ્યમંત્રીએ કેબિનેટની બેઠકમાં (Cabinet Meeting) સૂચના આપી હતી કે,રખડતા ઢોર ઉપર કાબુ લાવો અને તેને અંકુશમાં (Control) રાખો.રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસને લઇને છેલ્લા એકાદ વર્ષઆ સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું પણ સપાટીએ આવ્યું હતું.
રખડતા ઢોરને કારણે પરેશાનીરૂપ સ્થિતિ નિર્માણ પામી રહી છે: ભુપેન્દ્ર પટેલ
ગુજરાતના મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં ટકોર કરી છે કે રખડતાં ઢોર પર કાબૂ લાવો અને તેના માટે પણ યોગ્ય રણનીતિ ઘડો કારણકે હવે ત્યારે તંત્ર માટે પણ રખડતા ઢોરને કારણે પરેશાનીરૂપ સ્થિતિ નિર્માણ પામી રહી છે.આંકડાઓ સામે આવ્યા છે તે મુજબ છેલ્લાં ત્રણ વર્ષમાં રખડતાં ઢોરને કારણે 158 લોકોએ જીવ ગુમાવ્યા છે.

સીએમે એક વાક્યમાં કરી હતી ટકોર
કેબિનેટ બેઠકમાં રાજ્યની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચર્ચા ચાલી રહી હતી. સી.એમ.એ રખડતાં ઢોર પર કાબૂ લાવવા માટે એક વાક્યમાં ટકોર કરી હતી.એ દરમિયાન એક-એક મુખ્યમંત્રીએ રખડતાં ઢોર પર કાબૂ લાવવા માટે એક વાક્યમાં ટકોર કરી હતી. આ ટકોરને પગલે અન્ય મંત્રીઓમાં પણ આ બાબતે ચર્ચાનો ગણગણાટ શરૂ કર્યો હતો.

જિલ્લા અને શહેરી વહીવટી વડાઓને કડક કાર્યવાહીની કરાઈ તાકીદ
રખડતા ઢોરને પકડવા માટે રાજ્ય ભરમાં ડ્રાઇવ શરુ કરવા માટેની પણ યોજનાને પણ તુરંત અમલમાં મુકવામાં આવશે.રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં તમામ જિલ્લા અને શહેરી વહીવટી ઉપરિઓને પણ રખડતાં ઢોર પકડવા બાબતે કડક કાર્યવાહી કરવા સૂચના અપાશે, જેથી કરીને ત્રાસરૂપ બનેલી સમસ્યા પર મહદંશે પ્રતિબંધ લગાવી શકાય.

પૂર્વ નાયબ મુખ્યમંત્રીને અડફેટે લીધા બાદ પોલીસ તપાસ પણ શરૂ
થોડા દિવસ અગાઉ મહેસાણાના કડી ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પર રખડતા ઢોરે અડફેટે લેતાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, ત્યારે સ્થાનિક DYSP દ્વારા પૂર્વ નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમ અગાઉ ઢોર નિયંત્રણ અંગે કેવા પ્રકારની તપાસ અને કાર્યવાહી કરવામાં આવી હતી એ અંગે પણ સ્થાનિક પોલીસ અધિકારને ખુલાસો આપવા કહી દેવામાં આવ્યું છે.

Most Popular

To Top