National

કોરોના: 9 દેશોમાં ડેલ્ટા+ વેરિઅન્ટનો ભય, ભારતમાં 22 દર્દીઓ મળતા આરોગ્ય મંત્રાલયનો ત્રણ રાજ્યોને પત્ર

કોરોના વાયરસ (Corona virus)ની ધીમી પડી રહેલી બીજી લહેર (Second wave) વચ્ચે સરકારે રસીકરણ (Vaccination)ની ગતિ વધારવાની જાહેરાત કરી હતી. હવે રસીકરણની ગતિ ઝડપી બનાવવાના પ્રયત્નોનાં પરિણામો પણ દેખાય છે. ત્યારે હવે ડેલ્ટા+ વેરિઅન્ટ (Delta+ variant) નો ભય સતાવા લાગ્યો છે.

દેશમાં રસીકરણનો નવો રેકોર્ડ (Record vaccination) સ્થાપિત થયો છે. 21 જૂને, દેશમાં 88 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 29 કરોડથી વધુ રસી ડોઝ આપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં રસી અપાયેલા લોકોમાં 53 ટકા પુરુષો અને 46 ટકા મહિલાઓ છે. કોવિન એપમાં ટ્રાન્સજેન્ડરનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં 63.68 ટકા અને શહેરી વિસ્તારોમાં 36.32 ટકા રસીકરણ કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રાલય વતી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, રસીના ડોઝની દ્રષ્ટિએ રાજ્યોના ક્રમને પણ જાહેર કરાયા હતા.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દિલ્હી 17 લાખથી વધુ ડોઝ સાથે ટોચ પર છે. આ પછી કર્ણાટક, યુપી, બિહાર, હરિયાણા, ગુજરાત અને રાજસ્થાનની સંખ્યા આવે છે. દરમિયાન દેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 22 કેસ મળી આવ્યા છે. મંત્રાલયે આ અંગે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કેરળને એક પત્ર લખ્યો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે હાલમાં ડેલ્ટા વેરિએન્ટ 80 દેશોમાં છે. અને નવ દેશોમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ મળી આવ્યા છે. જે ખરેખર ચિંતાની વાત છે. યુ.એસ., યુ.કે., પોર્ટુગલ, સ્વિટ્ઝર્લેન્ડ, ચીન, નેપાળ, રશિયા અને જાપાનમાં પણ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ મળી આવ્યા છે. અને ભારતમાં આ ડેલ્ટા વેરિઅન્ટ માટે 3 રાજ્યોને સચેત કરવા પત્ર પણ લખવામાં આવ્યા છે. ત્યારે તંત્ર હાલ ત્રીજી લહેર પહેલા જ કોરોનાના નવા વેરિઅન્ટ માટે તૈયારીમાં જોતરાયું છે.

મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણએ જણાવ્યું હતું કે દેશમાં પુન:પ્રાપ્તિ દર 96 ટકા પર પહોંચી ગયો છે. વી.કે.પૌલે જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોમાં રસીકરણની ગતિ સારી છે. તેમણે કહ્યું કે કોરોના ફરીવાર ફોર્મ બદલાતું રહે છે. જ્યારે તેની નવી તરંગ આવશે, જો રસી સ્થાને નહીં હોય તો અપણે તેના દ્વારા સમસ્યામાં મુકાશું. મહત્વનું છે કે, 21 જૂને દેશભરમાં રસીકરણનું એક વિશાળ અભિયાન શરૂ કરાયું હતું. આ અભિયાન દરમિયાન બિહારમાં 7 લાખ 29 હજારથી વધુ લોકોને રસી ડોઝ આપવામાં આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એટલે કે 21 જૂનથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બધા માટે મફત રસી અને રસીકરણનું અભિયાન ચલાવવાની જાહેરાત કરી હતી.

Most Popular

To Top