સંયુક્ત રાષ્ટ્રો : ડેલ્ટા વેરિઅન્ટ (Delta variant), કે જે કોવિડ-19 (Corona virus)નો વધુ સંક્રમણકારી વેરિઅન્ટ છે, તે ડોમિનન્ટ લાઇનેજ બની જશે, જો હાલનો જ પ્રવાહ (second wave) ચાલુ રહેશે તો, એવી ચેતવણી વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)એ આપી છે, જ્યારે તેણે જણાવ્યું હતું કે તે વિશ્વના 85 દેશોમાં નોંધાયો છે અને વિશ્વમાં હજુ વધુ સ્થળોએ નોંધાવાનું ચાલુ છે.
કોવિડ-19 સાપ્તાહિક અપડેટમા જણાવ્યું છે કે આલ્ફા વેરિઅન્ટ 170 દેશોમાં છે, જયારે બિટા 119 દેશોમાં છે અને ગામા 71 દેશોમાં અને ડેલ્ટા 85 દેશોમાં છે. ડેલ્ટા વેરિઅન્ટ હવે વિશ્વના 85 દેશોમાં અને પ્રદેશોમાં છે, જેમાંથી 11 માં છેલ્લા બે સપ્તાહમાં તે નવો નોંધાયો છે એમ 22મી જૂનના આ અપડેટમાં જણાવાયું હતું. હુએ જણાવ્યું હતું કે હાલમાં ચાર વેરિઅન્ટ ઓફ કન્સર્ન પર બારીક નજર રાખવામાં આવી રહી છે અને તે આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા છે, જેઓ ઘણા વ્યાપક છે અને હુના તમામ પ્રદેશોમાં નોંધાયા છે. ડેલ્ટા વેરિઅન્ટ આલ્ફા વેરિઅન્ટ કરતા વધુ સંક્રમણકારી છે અને જો તેમાં હાલનો પ્રવાહ ચાલુ જ રહેશે તો તે વિશ્વમાં સૌથી વધુ પ્રભાવ ધરાવતો વેરિઅન્ટ બની જશે.
ભારતમાં કોરોના કેસ ભલે ઓછા થઈ ગયા હોય પણ નવો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ 8 રાજ્યોમાં પહોચ્યો
ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ ઓછો થયો છે. પરંતુ આ બધા વચ્ચે કોવિડ-19નો ( covid 19) નવો વેરિએન્ટ ડેલ્ટા પ્લસ પગપેસારો કરવા લાગ્યો છે. દેશમાં કોરોનાના નવા દૈનિક કેસ પાછા 50 હજાર ઉપર આવવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 54 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 1321 લોકોના મોત થયા છે. ગઈ કાલે જાહેર થયેલા આંકડા મુજબ સમગ્ર દેશમાંથી 50,848 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે એક દિવસમાં 1,358 લોકોના મૃત્યુ થયા હતા. નવા ડેલ્ટા પ્લસ વેરિએન્ટના અત્યાર સુધીમાં 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં થઈને 40 જેટલા કેસ સામે આવી ચૂક્યા છે.
છેલ્લા 24 કલાકમાં 54 હજારથી વધુ નવા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 54,069 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 3,00,82,778 પર પહોંચી ગયો છે. એક દિવસમાં 68,885 દર્દીઓ કોરોનાને માત આપીને રિકવર થયા છે. અત્યાર સુધીમાં 2,90,63,740 દર્દીઓ રિકવર થયા છે.