નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)એ દિલ્હી(Delhi) સરકાર(Government) પર શિક્ષણ ક્ષેત્રે(Education Field) કૌભાંડનો મોટો આરોપ લગાવ્યો છે. ભાજપના હેડ ક્વાર્ટર્સમાં એક પત્રકાર પરિષદ દરમિયાન દિલ્હીના બીજેપી ચીફ આદર્શ ગુપ્તા(Adarsh Gupta) અને ગૌરવ ભાટિયા(Gaurav Bhatiya)એ આમ આદમી પાર્ટી(AAP) પર આરોપ લગાવ્યો છે કે શિક્ષણના ક્ષેત્રમાં સરકારના દાવા ખોટા છે. ભાજપે કહ્યું કે આમ આદમી પાર્ટીની સરકાર મનીષ સિસોદિયા કે જે દિલ્હીના સીએમ અને શિક્ષણ મંત્રી છે તેઓને વિશ્વના શ્રેષ્ઠ શિક્ષા મંત્રી બતાવે છે પરંતુ આ સરકાર બાળકોના ભવિષ્ય સાથે છેડા કરી રહી છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે કેજરીવાલ સરકારે શૌચાલયને ક્લાસરૂમ બતાવ્યા હતા. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું- જ્યારે ભાજપ વારંવાર અઘરા પ્રશ્નો પૂછે છે ત્યારે દિલ્હીના સીએમ(CM) અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) કહેતા હતા કે મનીષ સિસોદિયા વિશ્વના શ્રેષ્ઠ શિક્ષણ મંત્રી છે. તેનું નામ ન્યુયોર્ક ટાઈમ્સમાં આવે છે, તેથી તેને રાજકીય દ્વેષથી ત્રાસ આપવામાં આવે છે.
શું આ કાળું નાણું કેજરીવાલની તિજોરીમાં આવ્યું: ગૌરવ ભાટિયા
ગૌરવ ભાટિયાએ જણાવ્યું હતું કે અમે પહેલીવાર કેજરીવાલની ‘પાપ સરકાર’ના કૌભાંડો આપની સામે મૂકી રહ્યા છે. આ પહેલા દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન કે જેઓને કેજરીવાલે કટ્ટર ઈમાનદારીનું સર્ટિફિકેટ આપ્યું હતું તેઓ ત્રણ મહિનાથી જેલમાં છે અને અત્યાર સુધી તેઓને પદ પરથી પણ હટાવવામાં આવ્યા નથી. ભાજપે કહ્યું હતું કે 500 સ્કૂલ બનાવવાના વાયદા કરવામાં આવ્યા હતા તે સ્કૂલો તો બની જ નથી ભાજપે સીવીસીના રિપોર્ટના મુજબથી દિલ્હી સરકાર પર આરોપ લગાવ્યો છે કે સ્કૂલોમાં 2400 ક્લાસરૂમની જરૂર હતી જેને વધારીને 7180 કરવામાં આવ્યા હતા. આ સાથે નફાખોરી કરી શકાય તે માટે ખર્ચમાં વધારો કરવામાં આવ્યો હતો. ભાજપે સવાલ કર્યો હતો કે દોઢ વર્ષ પહેલા આ રિપોર્ટ સીવીસીએ મોકલી હતી પરંતુ તેના પર ધ્યાન લેવામાં આવ્યું અને લેવામાં આવ્યું તો શું કાર્યવાહી કરવામાં આવી.
નજીકના લોકોને કોન્ટ્રાક્ટ અપાયો – ભાજપ
ભાજપે દિલ્હી સરકાર પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે એક અનુમાન મુજબ 326 કરોડ નો ખર્ચો વધારે કરવામાં આવ્યો છે જે ટેન્ડર ની કિંમત થી ૫૩ ટકા વધારે છે 6133 ક્લાસરૂમની જગ્યા પર 400027 ક્લાસ રૂમ બન્યા છે. શું આ કાળું નાણું કેજરીવાલની તિજોરીમાં આવ્યું? બીજેપીએ દિલ્હી સરકાર પર રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવવા માટે પૈસા ખર્ચવાનો આરોપ લગાવ્યો, પરંતુ CVCની તપાસમાં માત્ર 2 જ મળી આવ્યા. સમગ્ર પ્રોજેક્ટની મંજૂર રકમ લગભગ 990 કરોડ હતી, 860 કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા જ્યારે ખર્ચ 1315 કરોડ હતો. કોઈ નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું ન હતું, જ્યારે તેની નજીકના કોન્ટ્રાક્ટરોને જ આ કામ આપવામાં આવ્યું હતું.