SURAT

દિલ્હીના વેપારીઓની ડ્રેસ ખરીદીને સુરતના વેપારી સાથે લાખોની છેતરપિંડી

સુરત : કાપડ બજારમાં ડ્રેસ (Dress) ખરીદીને નાણાં (Payment) નહીં આપવાની વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમાં કિશોરકુમાર અમૃતલાલ ગોપલાની (ઉવ-૫૫ ધંધો-વેપાર રહે, ઘર નં-૧૧૦૧ એલમોર એપાર્ટમેન્ટ વી.આઇ.પી રોડ વેસુ ઉમરા સુરત, મુળવતન ગામ-કોટા સિધ્ધિ કોલોની જી-કોટા રાજસ્થાન)એ તેમની સાથે છેતરપિંડી (Fraud) થયાની ફરિયાદ દાખલ કરાવી હતી. તેમાં આરોપીઓ દ્વારા વર્ષ 2017 થી 2021 સુધીના સમયમાં 12.33 લાખનો માલ લઇને તેના નાણા આપ્યા ન હતા. દિલ્હીના (Delhi) બે આરોપી સામે વિશ્વાસઘાતની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમા (Police Station) દાખલ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે.

જેમાં આરોપીઓ (૧) રીસલ રાણા (નીલકંઠ ટ્રેડર્સના પ્રોપ્રાયટર રહે, ૧૦૬૧/૪ જગદંબપુરી માર્કેટ કુચા નટવા દિલ્લી), (૨) જીતેંદ્ર રાણા (નીલકંઠ ટ્રેડર્સના પ્રોપ્રાયટર રહે, ૧૦૬૧/૪ જગદંબપુરી માર્કેટ કુચા નટવા દિલ્લી અને (3) માનવિરભાઇ કે.ડી.એન્ટર પ્રિસેસના માલિક (રહે, ૧૦૫૫ પહેલો માળ કુચા) દ્વારા આ છેતરપિંડી કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવવામાં અનુસાર રીસલ રાણા તથા જીતેન્દ્ર રાણાએ પ્રતિષ્ઠીત વેપારી તરીકેનો વિશ્વાસ અને ભરોસો અપાવી તેમની પાસેથી તા ૦૯/૬/૨૦૧૭ થી તા-૨૫/૦૨/૨૦૨૧ સુધીમાં અલગ અલગ બિલ ચલણથી કુલ રૂપિયા ૧૧,૩૪,૩૮૨ તથા માનવિરભાઇ કે.ડી.એન્ટર પ્રિસેસના માલિકે ૯૯,૦૭૩એ ડ્રેસના કાપડનો માલ મેળવી લઇ કુલ્લે રૂપિયા ૧૨,૩૩,૪૫૫ નાણા નહીં આપ્યા હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ચોરીનો ભંગાર ખરીદનારા ભંગારિયા પર પોલીસના દરોડા
સુરત : સુરત શહેરમાં ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટમાં કરોડોની માલ સામાનની ચોરી થઇ રહી છે ત્યારે આ ચોરીનો માલ લેનારા 14 જેટલા સ્થળોએ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે ચોરી કરનાર નહીં પરંતુ ચોરીનો માલ સામાન લેનારા સામે કાર્યવાહી કરવાનુ શરૂ કરતા ખળભળાટ મચી ગયો છે. અલગ અલગ સ્થળોએથી ચોરીનો માલ સીઝ કરવામાં આવ્યો હતો. અંદાજે 14 ઇસમોને ચોરીનો ભંગાર (કુલ કિંમત રૂપિયા ૫,૩૪,૮૭૫) ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલા દરોડામાં વાહનોની ચોરી કરીને તેનો માલ સામાન ભંગારિયાઓને વેચવામાં આવતો હોવાનુ માલૂમ પડ્યુ હતુ. આ ઉપરાંત હજીરા, સચિન અને અંકલેશ્વરની ફેકટરીઓમાં થતો સ્ટીલ, પાઇપ, પિતળ, તાંબાની ચોરીનો સામાન ખરીદવા પણ સુરત સેન્ટર હોવાની વિગત જાણવા મળી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ રીતે પ્રથમ વખત કામગીરી કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. એસીપી રોઝિયાના માગર્દર્શનમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Most Popular

To Top