દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આજે તા. 30 નવેમ્બરે એક મહત્વપૂર્ણ ઓપરેશન ચલાવીને ISI સાથે જોડાયેલા ત્રણથી વધુ આતંકવાદીઓને પકડી પાડ્યા છે. મળતી માહિતી મુજબ ધરપકડ કરાયેલા તમામ આતંકવાદીઓ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે સીધો સંપર્ક રાખતા શહજાદ ભટ્ટી નામના આતંકવાદી સાથે સંકળાયેલા હતા. આ તમામ આરોપીઓ ઉત્તર ભારતના વિવિધ રાજ્યોના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
ક્યાંથી થઇ ધરપકડ?
સ્પેશિયલ સેલે આ ઓપરેશનમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને પંજાબમાંથી ત્રણથી વધુ આતંકવાદીઓને કાબૂમાં લીધા છે.
પોલીસે હાલ વિગતવાર માહિતી જાહેર કરી નથી. અધિકારીઓ કહે છે કે પ્રેસ કોન્ફરન્સમાં આ કેસ અંગે વધુ ખુલાસા કરવામાં આવશે. આ
10 નવેમ્બરના દિલ્હી વિસ્ફોટથી જોડાણ
10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા પાસે થયેલા ભયંકર વિસ્ફોટમાં 15 લોકોના મોત થયાં હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. અનેક વાહનોને પણ ભારે નુકસાન થયું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ વિસ્ફોટમાં ડોકટરોની એક ટુકડી આમાં સામેલ હતી. જેમના સંપર્ક આંતરરાષ્ટ્રીય આતંકવાદી નેટવર્ક સાથે જોડાયેલા હતા.
આ ઘટનાની બાદમાં દેશભરમાં દરોડા પાડી અનેક શંકાસ્પદ ડોકટરોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. વિસ્ફોટમાં વપરાયેલી કાર પણ એક ડોકટર ચલાવી રહ્યો હતો. જે એક મોટો ચોંકાવનાર વિષય રહ્યો. જોકે પોલીસ તપાસ બાદ જાણવા મળશે કે શું આ ત્રણ આંતકવાદીઓ પણ દિલ્હી બ્લાસ્ટમાં સામેલ છે કે નહીં.
આતંકવાદી સંગઠનો સાથે કડીઓ
તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટમાં સામેલ કેટલાક આતંકવાદીઓ એકબીજા સાથે સારા સંબંધો રાખતાં નહોતા કારણ કે ઓમર નામનો આતંકવાદી કાશ્મીરમાં બુરહાન વાની અને ઝાકિર મુસાનો ઉત્તરાધિકારી બનવા ઇચ્છતો હતો.
ફરીદાબાદ મોડ્યુલમાં પકડાયેલા આતંકવાદીઓ અલ-કાયદા (AQIS)ની વિચારધારાથી પ્રભાવિત હતા. જ્યારે ઓમર પર એવી શંકા છે કે તે ISIS અને જૈશ-એ-મોહમ્મદની વિચારધારાથી પ્રભાવિત હતો.