National

પાકિસ્તાનને મોકલી રહ્યો હતો ગુપ્ત સુચનાઓ: વિદેશ મંત્રાલયના ડ્રાયવરની દિલ્હી પોલીસે કરી અટકાયત

નવી દિલ્હી : દિલ્હી પોલીસ (Delhi Police) ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિદેશ મંત્રલાયના (Ministry External Affairs) એક ડ્રાઇવરની (Driver) ધરપકડ (Arrest) કરી છે. જેની ઉપર જાસૂસીના આરોપ છે.પોલીસનું કહેવું હતું કે ડ્રાઇવરને જૌહરલાલ નહેરુ ભવનમાંથી અટકાયત કરાઈ છે.જે રૂપિયાના બદલામાં પાકિસ્તાનને ગુપ્ત સૂચનાઓ આપતો હતો.એટલું જ નહિ તે દસ્તાવજોની માહિત પણ પહાડતો હતો. કહેવાય છે કે તે જેને આ બધી જાણકારીઓ પહોંચાડતો હતો તે પૂનમ શર્માના નામથી હતા આ સમગ્ર કેસ એક હનીટ્રેપના વિશેની હોવાનું પણ બહાર આવ્યું છે.આ વ્યકિત ગુપ્ત ઇનપુટના આધારે દિલ્હી પોલીસે વિદેશ મંત્રાલયના ડ્રાઇવરની જાસુસી કરવાના આરોપ સહ ધરપકડ કરવામાં આવી હતી.સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ ડ્રાઇવર પાકિસ્તાનની એક મહિલા જાસૂસને વિદેશ મંત્રાલયથી જોડાયેલી જાણકારીઓ ઉપલબ્ધ કરવી રહ્યો હતો.અને જે પૂનમ શર્માને નામે જેના સંપર્કમાં હતો તે કલકત્તામાં રહે છે.સૂત્રોએ વધુ જાણકારી આપતા કહ્યું હતું કે તે મહિલા પણ આઈએસઆઈની એજન્ટ છે.

આખો કેસ હનીટ્રેંપનો હોવાનું બહાર આવ્યું
જાસૂસીનો આ આખો મામલો હનીટ્રેપનો હોવાનું પણ તાપસ દરમ્યાન બહાર આવ્યું છે.વિદેશ મંત્રાલયનો આ ડ્રાઈવની હાલતો ધરપકડ કરવામાં આવી છે.જેની પૂછતાછમાં કોઈ પણ કચાસ છોડવામાં આવશે નહિ. આખેર તે આ જાણકારી કોને અને શા માટે આપતો હતો જેવા બીજા અનેક સવાલો અહીં થઇ રહ્યા છે.ઉપરાંત કલકત્તાની તે મહિલા જેને પણ આઈએસઆઈની જાસૂસ કહેવામાં આવી રહી છે તેની પણ બધી માહિતી એકત્ર કરવા માટેના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે.

ડ્રાયવર પાસેથી યુવતીઓના ફોટા અબે વિડીયો મળ્યા
સૂત્રો મુંજબ વિદેશ મંત્રાલયમાં ફરજ બજવતો આ ડ્રાયવરનું નામ ક્રિષ્ના હોવાનું બહાર આવ્યું છે.પાકિસ્તાનની ગુપ્ત એજંસીએ ક્રિષ્નાને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. તેની પદેથી યુવતી સાથેનો ફોટો તથા વિડીયો પણ મળી આવ્યા છે.પોલીસ ઉપરાંત ગુપ્તચર સંસ્થા આ વિશે વધુ તપાસ કરી રહી છે કે શું વિદેશ મંત્રાલયમાં કામ કરનારા અન્ય કર્મચારીઓ પણ આ મામલામાં ભરવાયેલા છે કે કેમ ?

Most Popular

To Top