Entertainment

મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી પોલીસે નોરા ફતેહીની 6 કલાક પૂછપરછ કરી, મોટા ખુલાસા થયા

નવી દિલ્હી: તિહાર જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર(Sukesh Chandrasekhar) સંબંધિત 200 કરોડની ખંડણી(Ransom)નાં કેસમાં દિલ્હીની પોલીસે ફિલ્મ અભિનેત્રી નોરા ફતેહી(Nora Fatehi)ની પૂછપરછ કરી છે. દિલ્હી પોલીસ(Delhi Police) EOWએ લગભગ 7 કલાક સુધી પૂછપરછ(inquiry) કરી હતી. જેમાં ફિલ્મ અભિનેત્રીએ જોઈન્ટ પોલીસ કમિશનર, EOW, છાયા શર્માની ઓફિસમાં 50 થી વધુ પ્રશ્નો પૂછ્યા હતા. હવે 12 સપ્ટેમ્બરે દિલ્હી પોલીસ જેકલીન ફર્નાન્ડીઝની પૂછપરછ કરશે. આ કેસમાં EDએ જેકલીન ફર્નાન્ડીઝ(Jacqueline Fernandez)ને આરોપી બનાવી છે. EOW પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ફિલ્મ અભિનેત્રી નોરા ફતેહી બપોરે 12 વાગ્યાની આસપાસ EOWની ઓફિસે પહોંચી હતી. શુક્રવારે સાંજે 7 વાગ્યા સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. જોઈન્ટ પોલીસ કમિશનર છાયા શર્માના નેતૃત્વમાં છ પોલીસ અધિકારીઓની ટીમે અભિનેત્રીને 50 થી વધુ પ્રશ્નો પૂછ્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે નોરાએ તમામ પ્રશ્નોના જવાબ ખૂબ જ સારી રીતે આપ્યા.

અભિનેત્રીએ ગીફ્ટની વાત સ્વીકારી
બીજી તરફ નોરાએ સુકેશ સાથેની વાતચીત અને મુલાકાતનો સ્વીકાર કરતા કહ્યું કે તેણે સુકેશ પાસેથી માત્ર એક કાર ભેટ તરીકે લીધી હતી. તે સિવાય બીજું કશું લીધું નથી. અભિનેત્રીએ એ પણ જણાવ્યું કે જેકલીન સાથે તેનો કોઈ સંબંધ નથી. તેણે સુકેશ સાથે અલગ વાતચીત કરી. આ સિવાય નોરાએ પૂછપરછ દરમિયાન એ પણ જણાવ્યું કે સુકેશની પત્નીએ અભિનેત્રીને કેટલાક નેલ આર્ટ ફંક્શન વિશે જણાવ્યું હતું, ત્યારબાદ તેઓ ત્યાં મળ્યા હતા. તે દરમિયાન સુકેશ અને તેની પત્નીએ મને BMW કાર ભેટમાં આપી હતી. આ સિવાય નોરાએ એ પણ જણાવ્યું કે તેને સુકેશની ગુનાહિત ઈતિહાસ વિશે કોઈ જાણકારી નથી.

200 કરોડ ખંડણીનો કેસ શું છે?
તિહાડ જેલમાં જ રહેતા સુકેશે રેનબેક્સીના પૂર્વ પ્રમોટર શિવિન્દર સિંહ અને માલવિંદર સિંહને જેલમાંથી બહાર કઢાવવાની લાલચ આપી. એના માટે તેમની પત્ની સાથે 200 કરોડથી વધુની ઠગાઈ કરી. તે ખુદને ક્યારેક PM ઓફિસ અને ક્યારેક ગૃહ મંત્રાલય સાથે સંકળાયેલો અધિકારી ગણાવતો. તેની આ છેતરપિંડીમાં તિહાડ જેલના અનેક અધિકારીઓ પણ સામેલ હતા. સુકેશ આ તમામને મોટી રકમ આપતો હતો. એ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુકેશ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો. આ કેસમાં સુકેશની પત્ની લીના પૉલ પણ આરોપી છે. તેમના પર આરોપ છે કે તેણે રકમની ચેન્નઈની એક કંપની દ્વારા હેરફેર કરાવી છે.

Most Popular

To Top