નવી દિલ્હી: દિલ્હીના (Delhi) કંઝાવાલા કેસમાં ગુરુવારના રોજ મોટો ખુલાસો થયો છે. પોલીસ (Police) તપાસ દરમ્યાન જાણવા મળ્યું છે કે આ કેસમાં 5 નહિં પણ 7 આરોપીઓ સંકળાયેલા છે. 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જો કે હવે બીજા 2 આરોપીની શોધખોળ ચાલી રહી છે. પોલીસે ધરકપડ કરેલા આરોપીમાં દીપક નામના આરોપીએ જણાવ્યું કે ધટના સમયે તે ગાડી (Car) ચલાવતો હતો પરંતુ પોલીસ તપાસ દરમ્યાન નવો વળાંક આવ્યો હતો. તપાસ દરમ્યાન જાણવા મળયું હતું કે ધટના ધટી તે સમયે દીપક નહિં પરંતુ અમિત નામનો યુવક ગાડી ચલાવી રહ્યો હતો.
જણાવી દઈએ કે દિલ્હીના કંઝાવાલા કેસમાં પોલીસની કુલ 18 ટીમો કામ કરી રહી છે. તેઓ ધટનાને લઈને અલગ અલગ એંગલ વિચારીને તેના ઉપર કામ કરી રહી છે. આ સાથે જે સ્થળે ધટના ધટી હતી તેના પર જઈને પોલીસ પોતાના અલગ અલગ એંગલ મુજબ વિચારી તેના ઉપર કાર્યવાહી કરી રહી છે. ધટના સાથે સંકળાયેલા 5 આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે. તેઓને પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં આજરોજ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો.
આજરોજ એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પોલીસે બીજા અનેક મહત્વના પાસા જણાવ્યા હતા. તેઓએ જણાવ્યું કે આ ધટનાના આરોપી તેમજ પીડિતા વચ્ચે કોઈ સંબંધ નથી. આ અંગેની જાણકારી કોલ ડીટેઈલ પરથી મળી આવી છે. આ સાથે પીડિતાની મિત્ર તેમજ આરોપીઓ વચ્ચે પણ કોઈ જૂના સંબંધ હોય તેવું જાણવા મળ્યું નથી. પોલીસે મહત્વની એ વાત કહી કે આ ધટના સાથે સંકળાયેલા 5 આરોપી સાથે બીજા 2 આરોપી પણ સંકળાયેલા છે જેઓની શોધખોળ ચાલી રહી છે. પોલીસ ટૂંક સમયમાં જ ચાર્જશીટ દાખલ કરશે તેમજ તમામ આરોપીઓને કડક સજા મળે તેવા તમામ પ્રયાસો કરશે. આ સાથે જો કોઈ પરીક્ષણની જરૂર પડશે તો તેઓ તે માટે પણ પગલા લેશે. પોલીસે વધુ એક મહત્વની બાબત જણાવી કે આરોપીઓ ધટના પછી કારમાંથી બહાર નીકળી રીક્ષામાં ભાગતા જોવા મળ્યા હતા આ અંગેની જાણકારી પોલીસને CCTV ચેક કરતા જાણવા મળ્યુ હતું.