National

દિલ્હીની આબરૂ ફરી દાવ પર લાગી: અહીંથી મળી યુવતીની નગ્ન લાશ, રૂહ કંપી જાય તેવી ઘટના

નવી દિલ્હી : દિલ્હીની (Delhi) આબરૂ ફરી એકવાર દાવ ઉપર લાગી ગઈ છે. હત્યા (Murder) નામનો બટ્ટો ફરી એક વાર અહીં નવા વર્ષની ઉજવણી વચ્ચે લાગી ગયો છે. કેટલાક અજાણ્યા દરીંદાઓએ એક યુવતીને (girl) દર્દનાક મોત આપ્યું છે. યુવતી શનિવાર-રવિવારની વચ્ચેની રાત્રે મોપેડ ઉપર જઈ રહી હતી. ત્યારબાદ કારમાં બેઠેલા યુવકોએ તેમના કૃત્યને અંજામ આપ્યો હતો. કારમાં બેઠેલા યુવકોએ યુવતીને ટક્કર મારી અને પછી તેને 4 કિમી સુધી રસ્તા પર ખેંચી ગયા. જેના કારણે યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. દિલ્હીમાં હૃદયદ્રાવક ઘટનામાં સંડોવાયેલા તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

દિલ્હી પોલીસને કાંઝાવાલા વિસ્તારમાં પીસીઆર ઉપર કોલ મળ્યો હતો
ઘટનાને લઇને દિલ્હી પોલીસનું કહેવું હતું કે પોલીસને કાંઝાવાલા વિસ્તારમાં પીસીઆર ઉપર કોલ મળ્યો હતો. કાર યુવતીને સુલતાનપુરથી કાંઝાવાલા વિસ્તાર સુધી લગભગ 4 કિલોમીટર સુધી ઘસડીને લઈ ગઈ હતી. જેથી આ યુવતીના શરીર પરથી તમામ કપડાં નીકળી જવા પામ્યા હતા. તેણીના શરીર ઉપર ઘણી ઈજાઓ પહોંચી હતી. અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

દિલ્હી પોલીસ ઘટનાને અકસ્માતમાં ખપાવવાની કોશિશ કરી રહી
દિલ્હી પોલીસ તેને અકસ્માતમાં ખપાવવાની કોશિશ કરી રહી હતી. .આ યુવતીની હાલત એટલી ખરાબ થઇ ગઈ હતી કે જેને જોઈને ખરેખર રુંવાટા ઉભા થઇ જાય છે. બીજી તરફ યુવતીના શરીર પરથી તમામ કપડા પણ નીકળી ચુક્યા હતા. તેના આખા શરીર ઉપર ઈજાઓના નિશાન અને લોહી નીતરી રહ્યું હતું. તેના બંને પગ પણ કપાઈ ગયા. યુવતી એક ઈવેન્ટ કંપનીમાં કામ કરતી હતી. ઘટના સમયે તે રાત્રે પોતાની ફરજ પરથી પરત ફરી રહ્યો હતો. હાલતો તેની ઓળખ મેળવવાની પોલીસે તજવીજ શરુ કરી છે.. પોલીસે જણાવ્યું કે અમે મોપેડના નંબરથી યુવતીની ઓળખ કરી હતી.

આ ઘટના સંબંધિત સીસીટીવી મળ્યા નથી
પોલીસે કારમાં સવાર આ વંઠેલા પાંચેય યુવકોને હાલ તો ધરપકડ કરી લીધા છે અને કાર કબજે કરી લેવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે કારમાં બેઠેલા છોકરાઓને મેડિકલ ચેકપ કરવામાં આપવામાં આવી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે યુવકો દારૂના નશામાં હતા કે કેમ તેની પણ તાપસ હાલમાં ચાલુ જ છે.જોકે આ ઘટના સંબંધિત સીસીટીવી મળ્યા નથી. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

આ મામલે દિલ્હી પોલીસને નોટિસ ઈશ્યુ કરાઈ
ઘટના ખરેખર શર્મસાર કરી દેય તેવી છે. જેની દિલ્હી મહિલા આયોગે આ ઘટનાની નોંધ લીધી છે. સ્વાતિ માલીવાલે ટ્વીટ કરીને કહ્યું- દિલ્હીના કાંઝાવાલામાં એક યુવતીની નગ્ન લાશ મળી આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે નશાની હાલતમાં કેટલાક છોકરાઓએ તેના મોપેડને કાર સાથે ટક્કર મારી અને તેને ઘણા કિલોમીટર સુધી ખેંચી ગયા. આ મામલો ખૂબ જ ભયાનક છે. હું દિલ્હી પોલીસને હાજરી માટે સમન્સ જારી કરી રહી છું. ઘટનાનું સત્ય બહાર આવવું જોઈએ.

પોલીસનું કહેવું આરોપીઓ અજાણ હતા
દિલ્હી આઉટરના ડીસીપી હરેન્દ્ર કે સિંહે જણાવ્યું કે પોલીસે રજિસ્ટર્ડ કાર નંબરના આધારે આરોપીને પકડ્યા છે. તપાસ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે તેમની કારનો પીડિતાની મોપેડ સાથે અકસ્માત થયો હતો ત્યારબાદ તેઓ કારને આગળ ચલાવવા લાગ્યા હતા. પરંતુ તેઓ સંપૂર્ણપણે અજાણ હતા કે યુવતીની મોપેડ તેમની કાર સાથે ફસાઈ ગઈ હતી અને રસ્તા પર ઘણા કિલોમીટર સુધી ખેંચાઈ ગઈ હતી.

Most Popular

To Top