National

દિલ્હી MCD પેટાચૂંટણી પરિણામો: BJPએ 7, AAPએ 3, કોંગ્રેસ અને AIFBએ 1-1 બેઠક જીતી

દિલ્હીમાં યોજાયેલી MCD પેટાચૂંટણીના તમામ 12 બેઠકોના પરિણામો જાહેર થઈ ગયા છે. કુલ પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ સૌથી વધુ 7 બેઠકો, જ્યારે આમ આદમી પાર્ટી (AAP)એ 3 બેઠકો પર વિજય મેળવ્યો છે. તેમજ ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક (AIFB) અને કોંગ્રેસે એક-એક બેઠક જીતી છે.

BJPનું પ્રભુત્વ-શાલીમાર બાગ-Bમાં સૌથી મોટી જીત
શાલીમાર બાગ-B વોર્ડમાંથી BJPની અનિતા જૈને 10,101 મતોના વિશાળ અંતરથી જીત મેળવી છે. જે આ ચૂંટણીનો સૌથી મોટો માર્જિન છે.

અશોક વિહારમાં BJPની વીણા આસિજો માત્ર 405 મતોથી જીત મેળવી, જ્યારે ગ્રેટર કૈલાશમાં અંજુમ મંડળે 4,065 મતોથી વિજય મેળવ્યો.

ચાંદની ચોક વોર્ડમાં BJPના સુમન કુમાર ગુપ્તા 1,182 મતોથી જીત મેળવી અને દ્વારકા-બીમાંથી મનીષા દેવી 9,100 મતોથી મજબૂત જીત મેળવી. દિચાઓ કલાનમાંથી રેખા રાની પણ BJPને જીત અપાવી.

આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં 3 બેઠકો જીતી
મુંડકા વોર્ડમાં અનિલે 1,577 મતોના અંતરથી જીત મેળવી. નારાયણામાં રાજન અરોરા માત્ર 148 મતોના સૂક્ષ્મ અંતરથી જીત મેળવી .જે આ ચૂંટણીનો સૌથી નાનો માર્જિન છે. તે જ રીતે દક્ષિણપુરીમાં AAPના રામ સ્વરૂપ કનૌજિયા માત્ર 226 મતોના અંતરથી જીત મેળવી.

કોંગ્રેસ અને AIFBએ એક-એક બેઠક જીતી
સંગમ વિહાર-એમાંથી કોંગ્રેસે વાપસી કરી છે. જ્યાં સુરેશ ચૌધરીે 3,628 મતોથી જીત મેળવી.
ચાંદની મહલ વોર્ડમાં AIFBના મોહમ્મદ ઇમરાને 4,692 મતોથી વિજય મેળવ્યો.

MCDમાં હાલ કયા પક્ષની શક્તિ કેટલી?

  • કુલ બેઠકો : 250
  • BJP : 122
  • AAP : 102
  • ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી (IVP): 16
  • કોંગ્રેસ : 9
  • AIFB : 1

હાલની સ્થિતિ મુજબ MCDમાં BJP સૌથી મજબૂત પક્ષ છે.

Most Popular

To Top