Gujarat

દિલ્હીના ઉપહાર કાંડમાં 1 કરોડ વળતર તો મોરબીના ઝુલતા પુલમાં 10 લાખ કેમ?

અમદાવાદ : મોરબી (Morbi) ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) આજે હાથ ધરાયેલી સુનાવણીમાં મૃતકોના પરિવારોને વળતર ચૂકવવાના મામલે પીડિત પરિવારોએ યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવ્યું હોવાથી અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ અંગેનું ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) સોગંદનામુ રજૂ કરી નારાજગી દર્શાવી હતી.

મોરબીમાં ગઈ 30મી ઓક્ટોબર-22ના દિવસે ઝૂલતા પુલ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 135 લોકોના મૃત્યુ થયા હતા. ઘટનાની ગંભીરતા જોતા ગુજરાત હાઇકોર્ટે આ મામલે સુઓમોટો અરજી દાખલ કરી હતી. જેની આજે હાથ ધરાયેલી સુનાવણીમાં મૃતક પરિવારનો સોગંદનામુ રજૂ કરી જે વળતર આપવામાં આવ્યું છે. તેની સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો.

વધુમાં સોગંદનામામાં એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, 1990માં દિલ્હીમાં ઉપહાર સિનેમા અગ્નિકાંડમાં મૃતક પરિવારજનોને વળતર રૂપે એક કરોડની રકમ મળી હતી. તો વર્ષ 2022માં થયેલા ઝુલતા પુલ દુર્ઘટના કાંડમાં માત્ર દસ લાખ રૂપિયા જ સરકાર કેવી રીતે આપી શકે ? હાલ સરકાર અમને 10 લાખ આપીને ચૂપ કેમ છે ? સરકાર તરફથી જે વળતર આપવામાં આવ્યું છે, તેના પર પીડિત પરિવારજનોએ અસંતોષ વ્યક્ત કર્યો છે.

30 ઓક્ટોબરના રોજ બનેલી ઝુલતા પુલ દુર્ઘટનાકાંડમાં 135 લોકોના મૃત્યું થયા હતાં. આ કેસમાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ સહિત 10 આરોપીઓની ધરપકડ કરી જેલમાં હવાલે કરવામાં આવ્યા છે.

Most Popular

To Top