નવી દિલ્હી: દિલ્હીની એક અદાલતે યુટ્યુબર ધ્રુવ રાઠીને માનહાનિના કેસમાં સમન્સ પાઠવ્યા છે. અસલમાં ભાજપના નેતા સુરેશ નખુઆ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં ધ્રુવ રાઠીને સમન્સ જારી કરવામાં આવ્યા છે. બીજેપી નેતા સુરેશ કરમશી નખુઆએ તેમની અરજીમાં આરોપ લગાવ્યો છે કે રાઠીએ પોતાના એક વીડિયોમાં નખુઆને “હિંસક અને અપમાનજનક ટ્રોલ” કહીને તેમનું અપમાન કર્યું હતું.
સમગ્ર મામલે દિલ્હી બાર અને બેંચના અહેવાલ મુજબ દિલ્હીની સાકેત કોર્ટે રાઠીને 19 જુલાઈએ સમન્સ જારી કર્યા હતા. ત્યારે આ કેસની સુનાવણી જિલ્લા ન્યાયાધીશ ગુંજન ગુપ્તાએ કરી હતી. દરમિયાન વકીલ રાઘવ અવસ્થી અને મુકેશ શર્મા કોર્ટમાં નખુઆ વતી કેસ લડી રહ્યા હતા. હવે આ મામલામાં આગામી સુનાવણી 6 ઓગસ્ટના રોજ થશે. ત્યારે કોર્ટે પોતાના નિર્દેશોમાં કહ્યું છે કે ધ્રુવ રાઠીને આ સમન્સ સ્પીડ પોસ્ટ, કુરિયર અને ઈલેક્ટ્રોનિક મોડ દ્વારા પણ મોકલવામાં આવે.
શું છે મામલો?
વાસ્તવમાં ધ્રુવ રાઠીએ 7 જુલાઈ 2024ના રોજ યુટ્યુબ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોનું શીર્ષક હતું, “My answer to Godi YouTubers, Elvish Yadav, Dhruv Rathi.” ત્યારે નખુઆએ ધ્રુવ રાઠીના આ વીડિયો સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે ધ્રુવ રાઠીએ કરેલા આરોપોને કારણે તેમને (નખુઆ) લોકોની નિંદાનો સામનો કરવો પડી રહ્યો છે.
નખુઆએ કહ્યું, વીડિયોમાં લાગેલા તમામ આરોપો પાયાવિહોણા અને બોઘસ છે. આ આક્ષેપો ખોટી ભાવનાથી કરવામાં આવ્યા છે. અરજીમાં નખુઆના વકીલે કહ્યું હતું કે આ વીડિયોથી માત્ર અરજદારના ચરિત્ર પર જ શંકા નથી થતી પરંતુ સમાજમાં તેમણે જે સન્માન મેળવ્યું છે તેને પણ કલંકિત કરે છે.
ધ્રુવ રાઠી સામે ફરિયાદ નોંધાઇ
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ધ્રુવ રાઠીના વીડિયોના પરિણામ દૂરગામી શકે છે. જેનાથી તેમના (નખુઆ) સમાજમાં લોકોનો વિશ્વાસ ઘટી શકે છે. કેસ દાખલ કરતી વખતે તેમણે કહ્યું હતું કે આ વિડિયોએ તેમના (નખુઆ) સમાજ એટલે કે વ્યક્તિગત અને વ્યવસાયિક ક્ષેત્ર બંનેને અસર કરી છે. જેથી આ અસર ક્યારેય સંપૂર્ણ રીતે જશે નહીં.
જણાવી દઈએ કે એલ્વિશ યાદવ દરરોજ ધ્રુવ રાઠીનો વીડિયો બનાવે છે. આવી સ્થિતિમાં ધ્રુવ રાઠી પણ એલ્વિશ યાદવને વીડિયોના માધ્યમથી જ જવાબ આપે છે. જો કે આ પહેલીવાર નથી કે જ્યારે ધ્રુવ રાઠીને લઈને વિવાદ થયો હોય. આ પહેલા પણ ધ્રુવ રાઠી દ્વારા અનેકવાર વિવાદાસ્પદ વીડિયો બનાવવામાં આવ્યા છે.