Gujarat

સોનલ મિશ્રાને પ્રતિનિયુકિત્ત પર દિલ્હી ગયા, સમીર વકીલને ચીફ વેટ કમિશ્નરનો હવાલો સોંપાયો

ગાંધીનગર: ગઈકાલે રાજયમાં નવા ચીફ સેક્રેટરી તરીકે રાજકુમારે કાર્યભાર સંભાળી લેતા હવે ગાંધીનગરમાં (Gandhinagar) સચિવાલયમાં આજે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે ફરીથી વહીવટીતંત્રમાં ફેરફાર કર્યા છે. ખાસ કરીને દિલ્હીમાં (Delhi) કેન્દ્ર સરકારમાં સ્કીલ ડેવલોપમેન્ટ મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂંક મેળનાર 1997ની બેચના આઈએએસ સોનલ મિશ્રાને આજે ગુજરાતની સેવાઓમાંથી મુકત્ત કરી દેવાયા છે. તેઓ પાંચ વર્ષ માટે પ્રતિનિયુકિત્ત પર કેન્દ્રમાં ગયા છે. રાજયના વેટના ચીફ કમિશ્નર મિલિન્દ તોરવણેની ગ્રામ વિકાસ કમિશ્નર તરીકે બદલી કરાઈ છે.જયારે ચીફ વેટ કમિશ્નર તરીકેનો હવાલો સમીર વકીલને સોંપાયો છે. સમીર વકીલ હાલમાં સ્પે. કમિશ્નર છે.

Most Popular

To Top