National

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળી ગયા આગોતરા જામીન, જાણો શું છે સમગ્ર મામલો

નવી દિલ્હી: દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Chief Minister Arvind Kejriwal) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એટલે કે ઇડી (ED) દ્વારા દારૂ ગોટાળા મામલે સમન્સ પાઠવવામાં આવ્યા હતા. તેમજ તેમને આજે એટલે કે 16 માર્ચે કોર્ટ સમક્ષ હાજર થવાનો આદેશ અપાયો હતો. ત્યારે આજે મુખ્યમંત્રી કેજરીવાલને મનોટી રાહત મળી છે. તેમને આ મામલે દિલ્હી રાઉઝ એવેન્યુ અદાલતે જામીન આપી દીધા છે.

આજે 16 માર્ચે કોર્ટના આદેશ બાદ સીએમ અરવિંદ કેજરીવાલ રાઉઝ એવન્યુ કોર્ટ પહોંચ્યા હતા. આ સમય દરમિયાન કોર્ટે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા. જેના સમાચાર આપતા અરવિંદ કેજરીવાલના વકીલ રમેશ ગુપ્તાએ કહ્યું કે કોર્ટે જામીનના બોન્ડ સ્વીકારી લીધા અને અરવિંદ કેજરીવાલને જામીન આપી દીધા છે.

બીજી બાજુ દિલ્હી દારૂ કૌભાંડ કેસની તપાસ કરી રહેલી EDએ શુક્રવારે તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કેસીઆરની પુત્રી કે. કવિતાની ધરપકડ કરી હતી.ત્યાર બાદ EDની ટીમ કવિતાને દિલ્હી લાવી હતી. જેથી તેની વિગતવાર પૂછપરછ કરી શકાય. આ કેસમાં કવિતાની મુશ્કેલીઓ વધતી જણાય રહી છે.

શું છે સમગ્ર મામલો?
અગાઉ રાજધાની દિલ્હીમાં ગેર કાનુની દારૂના પૈસા તેમજ દારૂના જથ્થા અંગે કરોડોનો સ્કેમ થયો હતો. જેની તપાસ કરતા EDની ટીમે શંકાસ્પદ લોકોને સમન્સ પાઠવી પૂછતાછ માટે બોલાવ્યા હતા. જેમાં દિલ્હીની સરકાર આમ આદમી પાર્ટીની મોટી સંડોવણી સામે આવી હતી. તેમજ આ કેસમાં ખાસ વાત એ છે કે હાલમાં આમ આદમી પાર્ટીના ત્રણ મોટા નેતા દારૂ કૌભાંડ કેસમાં જેલમાં છે. તેમજ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની પૂછપરછ બાદ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સંજય સિંહની ધરપકડ બાદ ભાજપે અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો શરૂ કર્યા હતા.

અગાવ 30 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં જેલમાં બંધ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે અત્યાર સુધીની તપાસમાં EDને સિસોદીયાની સંડોવણી મળી છે. ત્યાર બાદ અરવિંદ કેજરીવાલને 8 સમન્સ મોકલવામાં આવ્યા હતા. પરંતુ તેમની ગેરહાજરીના કારણે EDની ટીમ દિલ્હી કોર્ટ પહોંચી હતી.

કેજરીવાલને નિયમિત હાજરીમાંથી મુક્તિ આપવામાં આવી છે
આજે એડવોકેટ રમેશ ગુપ્તાએ સુનાવણી દરમિયાન વિનંતી કરી હતી કે બોન્ડ સ્વીકાર્યા બાદ કેજરીવાલને રજા આપવામાં આવે અને સુનાવણી ચાલુ રાખવી જોઈએ. ED તરફથી હાજર રહેલા વકીલે પણ આ અંગે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સ સામેના કેસમાં કેજરીવાલને જામીન મળી ગયા છે. કોર્ટે આ કેસમાં 15,000 રૂપિયાના વ્યક્તિગત બોન્ડ અને 1 લાખ રૂપિયાની જામીન પર જામીન મંજૂર કર્યા છે.

રાઉસ એવન્યુ કોર્ટે કેજરીવાલને નિયમિત હાજરીમાંથી મુક્તિ આપી છે. આ મામલામાં આગામી સુનાવણી 1 એપ્રિલે સવારે 10 વાગ્યે થશે. કોર્ટ 1 એપ્રિલે અરવિંદ કેજરીવાલની અરજી પર પણ સુનાવણી કરશે. જેમાં કોર્ટે કેસ સાથે સંબંધિત દસ્તાવેજો પૂરા પાડવાની માંગ કરી છે.

Most Popular

To Top