National

ભુવનેશ્વર જતી ફ્લાઈટની હાઈડ્રોલિક સિસ્ટમ અચાનક ફેલ: કરાવાયું દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

નવી દિલ્હી : દિલ્હીથી (Delhi) ભુવનેશ્વર જતી વિસ્તારાની (Vistara) ફ્લાઈટમાં (Flight) ટેક્નિકલ ખામી સર્જાવાના મોટા સમાચાર આવ્યા છે. સોમવારે સાંજે ફ્લાઇટના હેઇડ્રોલીકમાં (Hydraulic) ટેકનિકલ ખામી (Defect) સર્જાઈ હતી ત્યારબાદ દિલ્હી એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ થવાના કારણે એરક્રાફ્ટ ટેક ઓફ કર્યા બાદ જ આ વિમાન તુરંત પરત ફર્યું હતું. આ ઘટના સાંજે 7.53 કલાકે બની હતી. DGCA સૂત્રોનું કહેવું છે કે વિસ્તારાની ફ્લાઈટ A320ની ગ્રીન હાઈડ્રોલિક સિસ્ટમમાં નિષ્ફળતાને કારણે એરક્રાફ્ટ એર ટર્ન બેકમાં ફસાઈ ગયું હતું. વિમાને 8.19 મિનિટે સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

  • સોમવારે સાંજે ફ્લાઇટના હેઇડ્રોલીકમાં ટેકનિકલ ખામી સર્જાઈ
  • વિમાને 8.19 મિનિટે સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું
  • દિલ્હી એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી

સતર્ક પાઇલોટે ખામી અંગે તુરંત જ ટીમને જાણ કરી હતી
સોમવારે વિસ્તારા ફ્લાઇટમાં બનેલી ઘટના અંગે પ્રાપ્ત જાણકારી અનુસાર ફ્લાઈટ ટેકઓફ થતાં જ વિમાનના પાયલટને ખબર પડી ગઈ હતી કે વિમાનની હાઈડ્રોલિક સિસ્ટમ ફેલ થઈ ગઈ છે. પાયલોટે આ અંગે ATCને જાણ કરી હતી અને ત્યારબાદ દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના વાહનોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા અને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.ડીજીસીએના સૂત્રોના જણાવ્યા અનુસાર, ટેક-ઓફ કર્યા પછી તરત જ વિમાનના પાયલટને ખબર પડી કે વિમાનની હાઈડ્રોલિક સિસ્ટમ ફેલ થઈ ગઈ છે. પાયલોટે આ અંગે ATCને જાણ કરી હતી, ત્યારબાદ દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના વાહનોને સ્થળ પર મોકલીને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

એર ઇન્ડિયાના વિમાનમાં બનેલી ઘટનાને લઇ ડીજીએસ સખતાઈથી વર્તી રહી છે
આપને જાણવી દઈએ કે,એર ઇન્ડિયામાં નવેમ્બર અને ડિસેમ્બરમાં બનેલી બે ઘટનાને કારણે ડીજીએસ હવે સંપૂણ પણે સાવધાન થઇ ગયું છે. ગત 26 નવેમ્બરે એર ઇન્ડિયાનું એક વિમાન ન્યુયોર્કથી દિલ્હી જય રહ્યું હતું. અને આજ ફ્લાઇટમાં નશામાં છટકા બનેલા એક વ્યકિતએ બુઝુર્ગ મહિલા ઉપર લઘુશંકા કરી દીધી હતી. એર ઇન્ડિયામાં આવી શરમ જનક ઘટના બનવાથી ડીજીએસ સખતાઈથી વર્તી રહી છે. અને આ ઘટનામાં એર ઇન્ડિયાએ નોટિસ પણ જાહેરર કરી હતી.

Most Popular

To Top