નવી દિલ્હી: દિલ્હી (Delhi) ભાજપના (BJP) પૂર્વ નેતા નવીન જિંદાલની સુરક્ષામાં તૈનાત એક વાહન પર શનિવારે રાત્રે હુમલો (Attack) થયો હતો. આ હુમલો કોણે કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. નવીન જિંદલે પોતે રવિવારે સવારે ટ્વીટ (Tweet) કરીને આ અંગેની માહિતી આપી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે મારા પરિવારનો જીવ ઈસ્લામિક જેહાદીઓથી ખતરામાં છે. આ સાથે વઘુમાં તેઓએ જણાવ્યું હતું કે મારા નિવાસસ્થાને કોન્સ્ટેબલ સાથે પીસીઆર તૈનાત છે. જેહાદીઓએ રાત્રે પીસીઆરના કાચ તોડી નાખ્યા હતાં. તેમણે પોતાના ટ્વિટમાં કહ્યું કે પોતાના અને તેઓના પરિવારની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થાની માંગણી કરી છે. આ પહેલા 29 જૂને નવીન જિંદલે ટ્વિટ કરીને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાની વાત કરી હતી. જણાવી દઈએ કે નવીન જિંદલ નૂપુર શર્માએ મોહમ્મદ પયગંબર પર આપેલા નિવેદન બાદ વિવાદોમાં આવી ગયા હતા. આ પછી ભાજપે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.
નવીન જિંદલે લક્ષ્મી નગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પર પણ પૂરતી સુરક્ષા આપી ન હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે લક્ષ્મી નગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઘણીવાર ત્રણથી ચાર પોલીસ કર્મચારીઓ સાથે આવે છે અને ફોટોગ્રાફ્સ લીધા પછી ત્યાંથી નીકળી જાય છે. ઘણી વખત મેં તેમને મારા જીવના જોખમ વિશે વાત કરી, પરંતુ તેમણે કહ્યું કે પોલીસ સ્ટેશનમાં સ્ટાફ ઓછો છે. ભાજપના પૂર્વ નેતા જિંદાલે આ મામલે દિલ્હી પોલીસ કમિશનરને પણ જાણ કરી છે અને પોતાની અને પરિવારની સુરક્ષાની માંગ કરી છે.
આ પહેલા નવીન જિંદલને 29 જૂને પણ ધમકીઓ મળી હતી. તેમને ત્રણ ધમકીભર્યા મેલ મળ્યા હતા. આ અંગે તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી. તેમને ત્રણ ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા, જેમાં ધમકી આપવામાં આવી હતી કે તેમનું અને તેમના પરિવારનું પણ ઉદયપુરમાં દરજીનું શિરચ્છેદ કરવામાં આવેલું તેવુ જ તેઓની સાથે કરવામાં આવશે. ધમકીઓમાં લખ્યું હતું કે ઉદયપુરની ઘટનાની જેમ તેમની અને તેમના પરિવારજનો સાથે વ્યવહાર કરવામાં આવશે. આ ઘટના પછી પણ નવીન જિંદલે ટ્વીટ કરીને ધમકીભર્યા ઈમેલ વિશે જણાવ્યું હતું. કન્હૈયા લાલની ઉદયપુરમાં તીક્ષ્ણ હથિયાર વડે માથું કાપીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના એક દિવસ પછી જિંદલને આ ધમકી ભર્યો મેઈલ મળ્યો હતો.