National

દિલ્હી: અરવિંદ કેજરીવાલની કસ્ટડી ફરી વધી, આ તારીખ સુધી તીહારમાં રહેવું પડશે

નવી દિલ્હી: દિલ્હી એક્સાઇઝ પોલિસીના કથિત દારૂ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. અગાઉ હાઇ કોર્ટે અરવિંદ કેજરીવાલને નીચલી કોર્ટમાં જામીનમાટે અરજી સોંપવા જણાવ્યું હતું. ત્યારે સુનાવણી દરમિયાન કોર્ટે સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 20 ઓગસ્ટ સુધી લંબાવી છે.

અસલમાં આજે 8 ઓગષ્ટના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તિહાર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલ લાંબા સમયથી તિહાર જેલમાં બંધ છે. ત્યારે કોર્ટે કેજરીવાલને લોકસભા ચૂંટણી 2024 દરમિયાન પ્રચાર કરવા માટે જામીન આપ્યા હતા. તેમજ દિલ્હીમાં ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ કેજરીવાલે સરેન્ડર કર્યું હતું. જેથી જામીન માટે કેજરીવાલે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારે હાઇકોર્ટે કેજરીવાલની ધરપકડને યોગ્ય ગણાવી તેમની જામીન અરજી ફગાવી હતી. પરંતુ તેમને નીચલી કોર્ટમાં અરજી કરવાની છુટ પણ આપવામાં આવી હતી. ત્યારે કેજરીવાલના વકીલે દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી હાથ ધરતા કોર્ટે કેજરીવાલી કસ્ટડી વધારી છે.

હવે અરવિંદ કેજરીવાલ હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરે તેવી સંભાવના છે. પરંતુ હાઈકોર્ટના આદેશ બાદ હવે અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર નહીં આવી શકે. આટલું જ નહીં પણ સીબીઆઈ કેસમાં ધરપકડને ગેરકાયદેસર ગણાવતી કેજરીવલની અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે કોર્ટે કેજરીવાલની વચગાળાની જામીન અરજી પણ ફગાવી દીધી હતીં.

5 સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે
દિલ્હી હાઈકોર્ટે બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને પૂછ્યું હતું કે મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને આપવામાં આવેલા જામીનને પડકારતી અરજીમાં કયું પાસું બાકી છે, જ્યારે તેમને એક્સાઇઝ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.

સુનાવણી દરમિયાન નવી તારીખ માંગવા પર જસ્ટિસ કૃષ્ણાએ કહ્યું હતું કે, “છેલ્લી વખતે પણ સ્થગિત કરવાની માંગ કરવામાં આવી હતી. તમે કોર્ટને દર વખતે આવી વિનંતી કરી શકો નહી, જાણે કોર્ટ પાસે અન્ય કોઈ કામ નથી. તમારે તમારી ડાયરી એડજસ્ટ કરવી પડશે. એવું ન વિચારો કે કોર્ટ તમને વિચાર્યા વિના તારીખ આપશે.” ત્યારે કોર્ટની ટીપ્પણી બાદ ઇડીના વકીલે સ્પષ્ટતા કરી હતી કે છેલ્લી વખત તારીખની માંગ તપાસ એજન્સીએ નહીં પરંતુ આપના વકીલ દ્વારા કરવામાં આવી હતી. તેમણે હાઈકોર્ટને આ કેસ પર ચર્ચા માટે નજીકની તારીખ આપવા વિનંતી કરી હતી. જેથી આ મામલે હવે 5 સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે.

Most Popular

To Top