ગાંધીનગર : ડિફેન્સ એક્સ્પો 2022નું (Defense Expo 2022) ઉદઘાટન પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પીએમ (PM) નરેન્દ્ર મોદીનું ગુજરાતીમાં (Gujarati) સ્વાગત (Welcome) કરતા કહ્યું હતું કે, તમારી ભૂમિ ગુજરાતમાં હું આપનું સ્વાગત કરું છું. ડાયનેમિક લીડર પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ‘પાથ ટુ પ્રાઇડ’ની થીમ સાથે DefExpo2022 શુભારંભ થઈ રહ્યો છે એટલે કે, આજ આત્મનિર્ભર, નવું ભારત છે તે આપણા સૌ માટે ગૌરવ સમાન છે. ગુજરાતમાં આયોજિત સૌથી મોટો DefExpo2022 આવનાર 25 વર્ષોમાં ભારતને સંરક્ષણ ક્ષેત્રે નવી દિશા આપશે.
તેમણે જણાવ્યું હતું કે DefExpo શક્તિનું, રાષ્ટ્ર ગૌરવનું પ્રતિક છે. આ DefExpoમાં 300 થી વધુ ભારતીય કંપનીઓ ભાગ લઇ રહી છે જેમાં 80થી વધુ કંપનીઓ માત્ર ડિફેન્સ ક્ષેત્રે કાર્યરત છે જે આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
તેમણે કહ્યું હતું કે DefExpo ભારતની નવી પેઢીને સંરક્ષણ ક્ષેત્રે ઇનોવેશન અને રિસર્ચની સાથે રોજગારીની નવી તકો ઉપલબ્ધ કરાવશે. આ સાથે દેશ અને વિશ્વના ઉદ્યોગકારોને ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે રોકાણ માટે આકર્ષશે. આ સિવાય MSME, લઘુ ઉદ્યોગકારો, ખાનગી કંપનીઓને પણ ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે રોકાણ માટે કેન્દ્ર સરકાર પ્રોત્સાહિત કરી રહી છે. ભારતની યુવા પેઢી સંરક્ષણ ક્ષેત્રમાં પણ રિસર્ચ એન્ડ ડેવેલોપમેન્ટમાં નવી ક્ષિતિજો સર કરે તે સમયની માંગ છે. તેમણે ઉમેર્યું કે, DefExpo દરમિયાન છેલ્લા બે દિવસથી 10 આફ્રિકન દેશો સાથે દ્વિપક્ષીય સંવાદ યોજાઈ રહ્યો છે. જયારે અન્ય દેશો પણ ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન માટે ઉત્સાહી છે.
સંરક્ષણ મંત્રી કહ્યું હતું કે, પીએમ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય સુરક્ષા ભારતની પ્રાથમિકતા રહી છે. આકાશ, ધરતી અને જળની સાથે ભારત એરો સ્પેસ ક્ષેત્રે પણ પોતાની શક્તિ વધારી રહ્યું છે. મિશન DefSpace અંતર્ગત અવકાશ ક્ષેત્રે ભારત હવે વધુ નવા પડકારો અને તકો સાથે આગળ વધશે.