Entertainment

​દીપિકા પાદુકોણે રણવીર સિંહની ‘ધુરંધર 2’ પર મૌન તોડ્યું

ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

​બોલિવૂડનું પાવર કપલ ગણાતા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. હાલમાં રણવીર સિંહની આગામી ફિલ્મ ‘ધુરંધર 2’ (Dhurandhar 2) ને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. જોકે, દીપિકાએ આ ફિલ્મ અંગે સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ ન કરતા ટ્રોલર્સે તેને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. હવે દીપિકાએ આ મામલે પોતાનું મૌન તોડ્યું છે અને ટ્રોલ કરનારાઓને એવો વળતો જવાબ આપ્યો છે કે તેની ચર્ચા આખા બોલિવૂડમાં થઈ રહી છે.

શું હતો સમગ્ર વિવાદ? : જ્યારે રણવીર સિંઘે તેની બિગ બજેટ ફિલ્મ ‘ધુરંધર 2’ ની જાહેરાત કરી, ત્યારે ચાહકો અને અન્ય સેલેબ્સ તેને અભિનંદન આપી રહ્યા હતા. પરંતુ નેટીઝન્સે નોંધ્યું કે દીપિકાએ તેના ઈન્સ્ટાગ્રામ કે ટ્વિટર પર આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. કેટલાક યુઝર્સે તેને ‘કોલ્ડ ટ્રીટમેન્ટ’ ગણાવી હતી અને સવાલ કર્યા હતા કે શું બંને વચ્ચે બધું બરાબર છે? એક યુઝરે તો ત્યાં સુધી લખી દીધું કે, “પતિની આટલી મોટી ફિલ્મ માટે પત્ની પાસે બે શબ્દો પણ નથી?”

દીપિકાનો ‘સ્વેગ’ સાથે જવાબ : પોતાની શાંત અને ગંભીર છબી માટે જાણીતી દીપિકાએ આ વખતે ટ્રોલરને જ ટ્રોલ કરી નાખ્યો છે. તેણે એક પોસ્ટ પર જવાબ આપતા લખ્યું કે, “મારે મારા પતિના કામને ટેકો આપવા માટે દર વખતે ઈન્ટરનેટ પર ચીસો પાડવાની જરૂર નથી. અમારો સપોર્ટ રિયલ લાઈફમાં છે, માત્ર રીલ્સ અને પોસ્ટમાં નહીં. તમને હકીકત અને સોશિયલ મીડિયા વચ્ચેનો તફાવત ખબર હોવો જોઈએ.” દીપિકાના આ જડબાતોડ જવાબથી ટ્રોલર્સની બોલતી બંધ થઈ ગઈ છે.

ધુરંધર 2 અને દીપિકાનો સપોર્ટ : દીપિકાએ સ્પષ્ટ કર્યું કે તે રણવીરના પ્રોજેક્ટ્સ વિશે હંમેશા ઉત્સાહિત હોય છે, પરંતુ તે દરેક વસ્તુનું પ્રદર્શન કરવામાં માનતી નથી. રણવીર સિંહ પોતે પણ અગાઉ કહી ચૂક્યો છે કે દીપિકા તેની સૌથી મોટી ટીકાકાર અને સમર્થક છે. ‘ધુરંધર 2’ એક હાઈ-ઓક્ટેન એક્શન ફિલ્મ છે, જેના માટે રણવીર ભારે મહેનત કરી છે.

ચાહકોનો પ્રતિસાદ : દીપિકાના આ સ્ટેન્ડને તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે દીપિકાએ સાચું જ કહ્યું છે કે અંગત જીવનને સોશિયલ મીડિયાના માધ્યમથી માપવું જોઈએ નહીં. આ ઘટનાએ ફરી સાબિત કર્યું છે કે દીપિકા માત્ર સિલ્વર સ્ક્રીન પર જ નહીં, પણ રિયલ લાઈફમાં પણ સ્પષ્ટવક્તા અને નીડર છે.

Most Popular

To Top