ડીયાપાડા: ડેડીયાપાડા (Dediyapada) તાલુકાના ભરાડા ગામે પુલ પાસે ધોળે દિવસે ઈંગ્લીશ દારૂનો સપ્લાય કરતો બુટલેગરે (Bootlegger) પુરપાટ ઝડપે બાઈક દ્વારા અન્ય મોટર સાઈકલના ચાલકને પાછળથી ટક્કર મારી દીધી હતી.જો કે અકસ્માત (Accident) થતા ગેરકાયદે દારૂનો જથ્થો રોડ પર પડતા વેરવિખેર થઇ ગયા હતા.બંને મોટર સાઈકલ ચાલક સહીત પાંચ ઈજાગ્રસ્ત બન્યા હતા.ખાસ કરીને ચીકદા થઈને જતો સાગબારા-ઉમરપાડા રોડ પર ગેરકાયદે વિદેશી દારૂનો સપ્લાય રોડ બની ગયો હોય એમ લાગે છે.સાગબારા-ચીક્દા-ઉમરપાડા રોડ એ ગેરકાયદે વિદેશી દારૂની હેરાફેરીનો મહત્વનો રોડ બની ગયો છે.કેટલાક ખેપિયા દ્વારા દારૂબંધી ગુજરાતમાં છેડચોક દારૂનો સપ્લાય થઇ રહ્યો છે.એ જગજાહેર છે.જો કે હવે આ રોડ પર ધોળેદહાડે ડેડીયાપાડા તાલુકાના ભરાડા ગામે પુલ પાસે પુરપાટ ઝડપે નંબર પ્લેટ વગરની બાઈક પરથી દારૂના જથ્થા સાથે જતો બુટલેગર અને પાછળ દારૂનો કોથળો લઈને જતા હતા.
કોથળો પડી જતા બિયરના ટીનો રોડ પર વેરવિખેર થઇ ગયો
એ વેળા બીજી અન્ય મોટર સાઈકલ ચાલક અને બે મહિલાઓ જતી વખતે બુટલેગરની બાઈકે જોરદાર ટક્કર મારતા રોડ પર પડી બંને મોટર સાઈકલ સવારને પાંચ જણા રોડ પર પડી જતા ઈજાઓ થઇ હતી.જો કે બુટલેગર પાછળ બેઠેલો એક શખ્સ પાસેથી અકસ્માતથી કોથળો પડી જતા બિયરના ટીનો રોડ પર વેરવિખેર થઇ ગયો હતો.બુટલેગર અને પાછળ બેઠેલો બંને ઈજા થઇ હતી.ઉલ્લેખનીય એ છે કે આ રોડ પર બુટલેગરોના વાહનો પુરપાટ ઝડપે જતા હોવાથી કોઈ વચ્ચે આવે ત્યા અકસ્માતો થવાની શક્યતા છે.દારૂની મોટા પ્રમાણમાં હેરાફેરી થવા છતાં કોઈની શેહશરમ દેખાતી નથી.ખાસ કરીને કુખ્યાત બુટલેગર પર પોલીસ વિભાગ લાલ આંખ કરે એ જરૂરી છે.
પાનોલીમાં કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
અંકલેશ્વર: અંકલેશ્વરના પાનોલી ગામના કબ્રસ્તાન સામે ઈનોવા કારમાંથી તાલુકા પોલીસે વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ૬.૭૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. દિવાળીના તહેવારમાં દારૂનું રેલમછેલ અટકાવવા માટે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે ઇનોવા કાર નં.(જી.જે.૨૧ એ.એ. ૨૪૩૫)માં વિદેશી દારૂનો જથ્થો ભરી એક ઈસમ અંકલેશ્વર તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે તાલુકા પોલીસે પાનોલીના કબ્રસ્તાન સામે વોચ ગોઠવી હતી. પોલીસે બાતમીવાળી વૈભવી કાર આવતાં તેને અટકાવવા ઈશારો કર્યો હતો. પોલીસેને જોઈ ગાડીનો ચાલક કાર સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીમાંથી તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની ૧૩૬૮ નંગ બોટલ મળી આવી હતી. પોલીસે ૧.૭૫ લાખનો દારૂ અને ઇનોવા કાર મળી કુલ 6.75 લાખનો પોલીસે મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.