ઈરાનની રાજધાની Tehranમાં, જ્યાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા નિશાનાબંધ એરસ્ટ્રાઈકમાં ઈરાનના ટોચના નેતા Ali Larijani અને તેમના પુત્ર મોર્તઝા લારિજાનીનું મોત થયું હતું. આ હુમલા બાદ બંનેના તાબૂત એકસાથે રાખેલી તસવીરો સામે આવી છે, જેને કારણે સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, Ali Larijani તેહરાનના પરદિસ વિસ્તારમાં પોતાની પુત્રીના નિવાસસ્થાને હતા, ત્યારે ઈઝરાયલી સેનાએ ચોક્કસ ગુપ્તચર માહિતીના આધારે આ હુમલો કર્યો. આ એરસ્ટ્રાઈકમાં તેમના પુત્ર ઉપરાંત સુરક્ષા અધિકારી અલીરેઝા બાયાત અને કેટલાક બોડીગાર્ડ્સના પણ મોત થયા હોવાનું જણાવાય છે.
ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે લારિજાનીને “દેશના આજીવન સેવક” તરીકે શ્રદ્ધાંજલિ આપી છે. બીજી તરફ, Israel Katzએ આ હુમલાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે લારિજાની ઈઝરાયલના નિશાન પર રહેલા મહત્વપૂર્ણ નેતાઓમાંથી એક હતા. ઈરાનના સરકારી મીડિયા અનુસાર, આ હુમલો દેશના ટોચના નેતૃત્વ પર થયેલા અત્યાર સુધીના સૌથી સીધા અને ઘાતક હુમલાઓમાંનો એક માનવામાં આવી રહ્યો છે. હાલ ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન ઈરાનના અનેક ઉચ્ચ અધિકારીઓના મોતથી મિડલ ઇસ્ટમાં તણાવ વધુ ગાઢ બન્યો છે.