National

બિહારનો ચોંકાવનારો કિસ્સો: બહેનના પ્રેમીની હત્યા કરી ટુકડા કૂતરાને ખવડાવ્યા અને બાકીના ગંગામાં વહાવ્યા

નવી દિલ્હી: દિલ્હીમાંથી (Delhi) શ્રદ્ધા વલ્કર હત્યાકાંડ (Murder) સામે આવ્યા પછી તો જાણે હત્યા કરી લાશોના (Deadbody) ટુકડા કરવાના કિસ્સામાં તો જાણે વધારો જ થતો જાય છે. બિહારમાંથી પણ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે તમારા રુંવાડા ઉભા કરી દેશે. જો કે આ કિસ્સામાં લાશ મળવાની સંભાવના નહિવત છે. હત્યારાએ કહ્યું છે કે તેણે ધણાં લોકો સાથે મળીને પોતાની બહેનના પ્રેમીની ગળું દબાવી હત્યા કરી હતી તેમજ લાશના ટુકડા કરી કૂતરાઓને (Dog) ખવડાવી દીધા ગતા તેમજ અમુક ટુકડાઓને ગંગામાં વહાવી દીધા હતાં. જો કે આ ધટના પટના તેમજ નાલંદા સાથે જોડાયેલી છે. હત્યા થયા અંગેની જાણકારી પછી ભડકેલા લોકોએ તેને મેથીપાક આપ્યો હતો જો કે ધટના સ્થળે પોલીસ (Police) આવી જતા તેઓએ હત્યારાને લોકોથી બચાવી દીધો હતો અને પછી તેણે પોતાની હકીકત પોલીસને જણાવી હતી.

સુધીર કુમારનો પુત્ર બિટ્ટુ નાલંદાના બિહાર પોલીસ સ્ટેશન વિસ્તારના સકુનાત કલામાં અભ્યાસ કરતો હતો. તે 15 ડિસેમ્બરે ઘરેથી નીકળ્યો હતો અને ત્યાર બાદ પાછો આવ્યો ન હતો. બે દિવસ સુધી સંબંધીઓને તેના અંગે કોઈને કોઈ માહિતી ન મળી, તેથી 18 ડિસેમ્બરે બિહાર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસે ગુમ થયેલા યુવકનો મોબાઈલ પટનાના બારહના રહેવાસી રાહુલ પાસેથી કબજે કર્યો હતો. તે નંબરને સર્વેલન્સ પર લઈને પોલીસે કોલ ડિટેઈલની તપાસ કરી હતી. છેલ્લી કોલ ડિટેલ્સ પરથી સ્પષ્ટ થયું કે યુવકને મળવા માટે કોઈએ ફોન કર્યો હતો. જ્યારે પોલીસ રાહુલ સુધી પહોંચી તો સમગ્ર મામલો બહાર આવ્યો.

બિટ્ટુના મામાનું ઘર પટનાના પૂરમાં છે. રાહુલની બહેન સાથે તેણે છ મહિના પહેલા અહીં રોકાણ દરમિયાન મિત્રતા કરી હતી. મોબાઈલ નંબરની આપ-લે કર્યા બાદ સતત વાતચીત થઈ અને મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. તેના ભાઈને આ વાતની જાણ થતાં તે એક તકની રાહ જોવા લાગ્યો. દરમિયાન પ્રેમિકાએ બોયફ્રેન્ડને મળવા બોલાવ્યો ત્યારે રાહુલ બજારમાં બિટ્ટુની રાહ જોવા લાગ્યો હતો. બારહ નિવાસી શૈલેષ મહતોના પુત્ર રાહુલ કુમારે કબૂલાત કરી હતી કે તેણે બિટ્ટુને તેની બહેન સાથે જોયો હતો, પછી તેને બોલાવ્યો અને સમજાવવાના નામે તેને સાથે લઈ ગયો હતો. 16મીએ જ બિટ્ટુની હત્યા કરવામાં આવી હતી. પકડાયેલ યુવક ક્યારેક મારીને આખી લાશ ગંગા નદીમાં ફેંકી દેવાની વાત કરે છે તો ક્યારેક તેના ટુકડા કરીને રખડતા કૂતરાઓને ખવડાવવાની વાત કરે છે. તેણે હત્યામાં ઘણા લોકોની મદદ લેવાની વાત કરી છે, જેના કારણે પોલીસ પણ લાશના નિકાલ પર વધુ ધ્યાન આપી રહી છે. આવી સ્થિતિમાં, પોલીસ હવે પૂછપરછ કરી રહી છે કે તેણે મૃતદેહના કેટલા ટુકડા કર્યા, કયા લોકોની મદદથી ક્યાં અને ક્યાં કૂતરાઓને ખવડાવ્યા અને ગંગા નદીના કયા કિનારે?

Most Popular

To Top