SURAT

બાઈક પર છઠ્ઠ પૂજા જોવા નીકળેલા બે મિત્રોને ઈચ્છાપોર નજીક કારચાલકે અડફેટે લીધા, એકનું મોત

સુરત: છઠ્ઠ પૂજાનો (Chhath puja) દિવસ બિહારના વતની અને સુરતના રહેવાસી બે પરીવાર માટે ગોઝારો બન્યો હતો. ગઇ કાલે એટલે કે રવિવારે (Sunday) છઠ્ઠ પૂજાનો કાર્યક્રમ જોવા નિકળેલા બે મિત્રોને કારચાલકે અડફેટે (Accident) લેતા એકનું મોત (Death) નિપજ્યું હતુ. તેમજ બીજાને સિવિલમાં (surat Civil hospital) ગંભીર હાલતે દાખલ કરવામાં આવ્યો છે. કારચાલક બાઇક સવાર બે વિદ્યાર્થીઓને અડફેટે લઇ ભાગી જતા પોલીસેે હીટ એન્ડ (Hit and Run) રનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ શહેરના ઇચ્છાપોર નજીક છઠ્ઠપૂજા જોવા નીકળેલા બે મિત્રોની બાઇકને અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતા એકનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજાને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સિવિલમાં દાખલ કરાયો હતો. હિટ એન્ડ રનના કેસમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તપાસમાં સામે આવ્યું છે કે કારની અડફેટે આવેલા બન્ને યુવાનો વિદ્યાર્થી હતા. તેમજ છઠ્ઠપૂજા જોવા માટે ઘરેથી નિકળ્યા હતાં.

મૃતક અંકિતના પરિવારે જણાવ્યું હતું કે તેઓ મધ્ય પ્રદેશના રહેવાસી છે. તેમજ હજીરાના મોરાગામ નજીક આવેલા દામકા-ભટલાયમાં રહે છે. મૃતકના પિતા કોમલ શાહુ ટ્રક ડ્રાઇવર છે. તેમજ તેમને બે દીકરાઓ છે. જેમાં 17 વર્ષનો અંકિત નાનો દીકરો હતો. અંકિત ધોરણ-9માં અભ્યાસ કરતો હતો. ગઇ કાલે અંકિત છઠ્ઠ પૂજા જોવા તેના મિત્ર સાથે નીકળ્યો હતો. ત્યારબાદ મધરાત્રે અકસ્માત થયો હોવાનો ફોન આવતા જ પરરીવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

વધુમાં પરિવારે જણાવ્યું હતું કે અંકિતનો 18 વર્ષનો મિત્ર સુમુ બિર બહાદુર સિંગ અયોધ્યા નગરી મોરાગામનો રહેવાસી છે. તેમજ અઅકસ્માત સમયે બન્ને સાથે જ હતાં. સુમુ હાલ સિવિલમાં દાખલ છે. તેને પણ ગંભીર ઇજા થઇ છે. કાર ચાલક બંન્ને વિદ્યાર્થીઓને અડફેટે લઇ ફરાર છે. જેની પોલીસ તપાસ કરી રહી છે. જે બાઇક ઉપર અકસ્માત થયો હતો તે બાઇક સુમુના પિતાની હોવાનું સામે આવ્યું છે.

ઇજાગ્રસ્ત સુમુના પિતા બિર બહાદુર સિંગએ જણાવ્યું હતું કે સુમુ તેમનો એકનો એક દિકરો છે અને તેની બે બહેનો વચ્ચે એક ભાઇ છે. છઠ્ઠપૂજામાંથી આવ્યા બાદ મોરાગામમાં પ્રોગ્રામમાં જાવ છું એમ જણાવી પોતાના મિત્ર અંકિત સાથે બાઇક ઉપર નિકળ્યો હતો. બાઇક લઈ જવાની પરવાનગી માંગી બંન્ને મિત્રો છઠ્ઠપૂજાના પ્રોગ્રામમાં ગયાં હતા. ત્યારબાદ અકસ્માત થયો હોવાની જાણ થતા પરિવાર શોકમાં સરી ગયો હતો. વધુમાં ઇજાગ્રસ્તના પિતા એ જણાવ્યુ કે તેઓ બિહારના વતની છે. તેમજ રિલાયન્સમાં કોન્ટ્રાક્ટ ઉપર ફિટર મેન તરીકે કામ કરે છે.

Most Popular

To Top