દમણ : (Daman) દમણના દેવકાની (Devka) એક હોટલની (Hotel) બોગસ વેબસાઈટ (Bogus Website) બનાવી ગ્રાહક પાસે રૂમ બુક કરાવી ઓનલાઈન પેમેન્ટ (Online Payment) કરાવી છેતરપિંડી કરાઈ હોવાના એક આરોપીની દમણ પોલીસે હરિયાણાથી ધરપકડ કરી છે. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે 2 નવેમ્બર-22 ના રોજ કડૈયા પોલીસ મથકે એક ફરિયાદી તન્મય અશોકકુમાર મુનેતે આવી પોતાની ફરિયાદ પોલીસને આપી હતી કે, એક જતિન નામના વ્યક્તિએ ગોલ્ડ બીચ રિસોર્ટ ની બોગસ વેબસાઈટ થકી તેમની પાસે રૂમ બુક કરાવ્યો હતો. અને ત્યાર બાદ રૂમ બુકિંગ નું પેમેન્ટ ઓનલાઈન કરાવ્યું હતું. જે બાદ હોટલમાં ઈન્ક્વાયરી કરતાં આ પ્રમાણેનું કોઈ બુકિંગ ન થયું હોવાનું જણાવ્યું હતું.
- હોટલમાં ઈન્ક્વાયરી કરતાં આ પ્રમાણેનું કોઈ બુકિંગ ન થયું હોવાનું જણાવ્યું હતું
- પોલીસે આ મામલે તપાસ શરૂ કરી આખરે આ કામના આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી
- બોગસ વેબસાઈટ થકી રૂમ બુક કરાવ્યો અને રૂમ બુકિંગ નું પેમેન્ટ ઓનલાઈન કરાવ્યું
અને તેની સાથે કોઈએ છેતરપિંડી કરી હોય આ પ્રમાણેની ફરિયાદ મળતા પોલીસે આ મામલે આઈ.પી.સી. ની કલમ 419, 420 અને 34 મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી આખરે આ કામના આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. પોલીસે આ ગુનામાં પલવલ હરિયાણા માં રહેતો 29 વર્ષિય શકીલ તૈયબ ખાનની 9 ડિસેમ્બરનાં રોજ હરિયાણાથી સ્થાનિક પોલીસની મદદથી ધરપકડ કરી તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ ના આધારે કડૈયા કોસ્ટલ પોલીસ મથકે લાવી આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરતાં કોર્ટે પકડાયેલા આરોપીના 12 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે અગાઉ પણ પોલીસે આ જ પ્રમાણેની બોગસ હોટલ બુકિંગની વેબસાઈટ થકી ગ્રાહકોની સાથે છેતરપિંડી કરનારા 4 આરોપીની ધરપકડ કરી હતી.
વલસાડમાંથી ચોરીની બાઇક સાથે યુવાન પકડાયો
વલસાડ : વલસાડ એલસીબીએ હાથ ધરેલા પેટ્રોલિંગ દરમિયાન ચોરીની બાઇક સાથે જઇ રહેલો યુવાન પકડાઈ ગયો હતો. તેણે બાઇક સેલવાસથી ચોરી કરી હોવાનું પોલીસે શોધી કાઢ્યું હતુ.પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ એલસીબીની ટીમે હાથ ધરેલા પેટ્રોલિંગ દરમિયાન કો. તેજપાલ અને કો. હિતેશને મળેલી બાતમીના પગલે તેમણે વાપીથી બાઇક પર જઇ રહેલા નિકુંજકુમાર ઇન્દ્રદેવ પટેલ (રહે. અથાલ, સેલવાસ અને મૂળ બિહાર) ને પકડી પાડ્યો હતો. તેની પાસે હોન્ડા હોર્નેટ બાઇક હતું. જેની તપાસ કરતા તે ચોરીનું હોવાનું જાણવા મળ્યું હતુ. તેણે આ બાઇક સેલવાસથી ચોરી કર્યું હોવાનું બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી તેને સેલવાસ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.