મુંબઈ: 2021માં કોરોના મહામારીના લીધે ખૂબ જ ઓછી ફિલ્મો રિલિઝ થઈ હતી, વર્ષના છેલ્લાં મહિનામાં બે ફિલ્મો રિલિઝ થઈ અને બોક્સ ઓફિસ પર ધમાકો મચાવ્યો હતો. આ બે ફિલ્મોએ હવે એવોર્ડમાં પણ કાઠું કાઢ્યું છે. મુંબઈમાં રવિવારના રોજ દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (Dadasaheb Phalke International Film Festival Awards 2022)નું શાનદાર એવોર્ડ ફંકશન યોજાયું હતું. આ એવોર્ડ ફંક્શનમાં પુષ્પા ફિલ્મ છવાઈ ગઈ હતી. ‘પુષ્પાઃ ધ રાઇઝ’ ફિલ્મને ફિલ્મ ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સુપરસ્ટાર રણવીર સિંહને ફિલ્મ ’83’ માટે બેસ્ટ એક્ટરની એવોર્ડ મળ્યો હતો. ‘શેરશાહ’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.
- ક્રિતિ સેનનને ‘મિમી’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ
- અહાન શેટ્ટીને ‘તડપ’ ફિલ્મ માટે બેસ્ટ ડેબ્યુ એક્ટરનો અવોર્ડ
- મનોજ વાજપેયીને ‘ધ ફેમિલી મેન 2’ વેબ સિરીઝ માટે બેસ્ટ એક્ટરનો અવોર્ડ
રવિવારે મુંબઈમાં ભારતનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ, દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2022 (Dadasaheb Phalke International Film Festival Awards 2022) યોજાયો હતો. મુંબઈની તાજ લેન્ડ્સ એન્ડ ખાતે આ એવોર્ડ ફંક્શન યોજાયું હતું. જેમાં દક્ષિણ ભારતના સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun)ની બ્લોકબસ્ટર હિટ ‘પુષ્પા: ધ રાઇઝ’ (‘Pushpa: The Rise’)મૂવીને ‘ફિલ્મ ઓફ ધ યર’નો અવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત ફિલ્મ ’83’ માટે રણવીર સિંહને એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ ફંક્શનમાં વેબ સિરીઝ પણ છવાઈ હતી. મનોજ બાજપાયીને ‘ધ ફેમિલી મેન 2’ વેબ સિરીઝ માટે બેસ્ટ એક્ટરનો અવોર્ડ આપવામાં આવ્યો હતો. ચાલો જાણીએ કોને કયો એવોર્ડ મળ્યો..
જુઓ કોને કોને મળ્યો એવોર્ડ