National

પ.બંગાળમાં ચક્રવાતી વાવાઝોડાએ તબાહી મચાવી, 5ના મોત, PM મોદીએ કરી આ અપીલ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના (West Bengal) જલપાઇગુડી જીલ્લામાં ચક્રવાતી તોફાની (Cyclonic Storm) તબાહી મચાવી હતી. તેમજ આ તોફાનએ પશ્ચિમ બંગાળમાં જાનમાલને ઘણું નુકશાન પહોંચાડ્યું હતું. બંગાળમાં અચાનક ત્રાટકેલા આ તોફાનમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા (Died) છે. તેમજ 300થી વધુ લોકો ઘાયલ (Injurd) થયા છે. આ ઘાયલોમાં 42થી વધુ લોકો ગંભીર છે.

પશ્ચિમ બંગાળમાં રવિવારે રાજ્યના જલપાઈગુડી જિલ્લાના ભાગોમાં આવેલા વાવાઝોડાને કારણે મૃત્યુઆંક વધીને પાંચ થઈ ગયો છે. આ તોફાનમાં 1300 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘણા ઝૂંપડાઓ અને મકાનોને નુકસાન થયું હતું. વૃક્ષો ઉખડી ગયા હતા અને વીજળીના થાંભલા પડી ગયા હતા. કારણ કે ભારે પવન અને કરા સાથે જિલ્લાના મુખ્ય મથકના મોટાભાગના વિસ્તારોમાં અને પડોશી મૈનાગુરીના ઘણા વિસ્તારોમાં ત્રાટક્યું હતું.

બંગાળમાં 5 લોકોના મોત
સમગ્ર મામલે બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જીએ ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ જણાવ્યું હતું કે “અત્યાર સુધી, અમારી પાસે પાંચ લોકોના મૃત્યુના અહેવાલો છે.” તેમણે કહ્યું, ઘાયલોની સંખ્યા ઘણી વધારે છે. હું ઘાયલોને અને તોફાનમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મળી હતી. રાજ્ય વહીવટીતંત્ર અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરશે.

વળતર વિશે માહિતી આપતા બેનર્જીએ કહ્યું, “હું આ અંગે કંઈ પણ જણાવી શકું એમ નથી. કારણ કે હાલ આદર્શ આચાર સંહિતા અમલમાં છે. આ મામલે જિલ્લા પ્રશાસન સાથે વાત કરવી પડશે. રાજરહાટ, બાર્નિશ, બકાલી, જોરપાકડી, માધબદંગા અને સપ્તીબારી વાવાઝોડાને કારણે સૌથી વધુ પ્રભાવિત થયા છે અને કેટલાક એકર વિસ્તારમાં ઉગાડવામાં આવેલા પાકને પણ નુકસાન થયું છે.

પીએમ મોદીએ આ વાત કહી
PM નરેન્દ્ર મોદીએ જલપાઈગુડીમાં ચક્રવાતી તોફાન અને અસરગ્રસ્ત પરિવારોને લઈને સોશિયલ મીડિયા સાઈટ X પર નિવેદન આપ્યું હતું. તેમણે લખ્યું, પશ્ચિમ બંગાળના જલપાઈગુડી-મૈનાગુરી વિસ્તારોમાં તોફાનથી પ્રભાવિત લોકો સાથે મારી સંવેદના છે.

વડાપ્રધાને કહ્યું જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. અધિકારીઓ સાથે વાત કરી અને ભારે વરસાદથી પ્રભાવિત લોકોને યોગ્ય સહાય સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. હું દરેકને અને ભાજપ બંગાળના કાર્યકરોને પણ અસરગ્રસ્ત લોકોને મદદ કરવા વિનંતી કરું છું.

Most Popular

To Top