નવી દિલ્હી: ચક્રવાતી તોફાન મોચા ઝડપથી આગળ વધી રહ્યું છે. તોફાનને લઈને ભારત હવામાન વિભાગે (IMD) એ કહ્યું કે, મોચા તોફાન કંઈ બાજુ આગળ વધશે અને કેટલા રાજ્યોમાં તબાહી મચાવી શકે છે. તેના વિશે આગામી બે દિવસોમાં જ માહિતી મળી શકે છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઓડિશા સહિત અનેક રાજ્યો આની ચપેટમાં આવી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. હવામાન એજન્સીએ પોતાના બુલેટિનમાં કહ્યું કે એક ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને તેની સાથે દક્ષિણ અંદમાન સમુદ્ર પર બનેલું છે. જેના પ્રભાવથી સોમવારે આ ક્ષેત્રમાં નિમ્ન દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે.
હવામાન વિભાગના એક પ્રવક્તાએ કહ્યું કે ‘જો કે આગામી બે દિવસોમાં ચક્રવાતના કારણે વરસાદ થવાની સંભાવના ઓછી છે અને મંગળવાર સુધી તમામ બાબતો સ્પષ્ટ થઈ જશે. આગામી 24 કલાકમાં ઉત્તર પશ્ચિમ બંગાળ- દાર્જિલિંગ, જલપાઈગુડી, કલિમ્પોંગ, અલીપુરદ્વાર, કૂચબિહાર, ઉત્તર દિનાજપુર, દક્ષિણ દિનાજપુર અને માલદામાં વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર બંગાળના જિલ્લાઓ ચક્રવાતી તોફાનથી પ્રભાવિત થવાની સંભાવના નથી. કેમ કે, ચક્રવાતી પ્રણાલી દક્ષિણ બંગાળને પ્રભાવિત કરશે. જો તે આ અઠવાડિયાના અંત સુધી બાંગ્લાદેશ-મ્યાનમારના તટીય ક્ષેત્રમાં બને છે અને લેન્ડ કરે છે.’
અંદમાન અને નિકોબારમાં ભારે વરસાદ થવાની સંભાવના
ભારતીય હવામાન અનુસાર, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીના ઉપર એક ચક્રવાતી પરિભ્રમણના કારણે 8 મેથી 12 મે સુધી અંદમાન અને નિકોબારમાં ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરી છે. જે આગામી દિવસોમાં એક ચક્રવાતી તોફાનનું સ્વરૂપ ધારણ કરી શકે છે. સાથે જ આ પણ સલાહ આપી છે કે 8થી 12મે સુધી અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહની પાસે પર્યટન અને શિપિંગના નિયમોનું પાલન કરવામાં આવે.
ઓડિશામાં યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગે ઓડિશાના 18 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર ર્ક્યુ છે. ભુવનેશ્વર ક્ષેત્રીય હવામાન વિભાગ અનુસાર રાજ્યના 9 જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા અને તોફાન અને વીજળી પડવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે બાલાસોર, ભદ્રક, જાજપુર, કેન્દ્રપાડા, કટક અને પુરી સહિત અનેક જિલ્લાઓમાં વીજળી સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
IMDએ માછીમારોને સાવચેત રહેવા માટે સૂચના આપતાં કહ્યુ કે ‘જે લોકો બંગાળની મધ્ય ખાડીમાં છે. તેમને 9 મેથી પહેલા રિટર્ન થવાની સલાહ આપવામાં આવે છે.’