વલસાડ : જામતાડા ફેઇમ સાઇબર ઠગો (Cyber Crooks) દ્વારા નીત નવી ટેક્નિકથી (Technique) લોકો સાથે છેતરપિંડી થઇ રહી છે. હવે તેઓ ઓટીપી (OTP) માંગીને નહી પરંતુ જુદી જુદી એપ્લિકેશન (Application) ડાઉનલોડ કરાવી છેતરપિંડી (Fraud) કરી રહ્યા છે. જેમાં તેઓ 5 જી સીમ અપડેટનો મેસેજ મોકલી છેતરી રહ્યા હોવાનું બહાર આવતા પોલીસે લોકોને ચેતવવા જણાવ્યું છે.વલસાડમાં છેલ્લા થોડા સમયથી લોકોના મોબાઇલ પર તેમનો સીમ કાર્ડ 5 જીમાં અપડેટ કરવાના મેસેજ આવી રહ્યા છે. જેને જોઇ લોકો તેમાં આપેલા નંબર પર ફોન કરે તો ટીમ વીવીર અથવા એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેના થકી તમારા બેંક એકાઉન્ટની વિગતો જાણી તેમાંથી પૈસા ઉપાડી લેતા હોય છે.
5જી અપડેશનના મેસેજથી ચેતવા વલસાડ પોલીસે સૂચન બહાર પાડ્યું
તમારો સીમ કાર્ડ સ્વાઇપ કરી તેની મદદથી છેતરપિંડી કરતા હોય છે. ત્યારે આવા સીમ 5જી અપડેશનના મેસેજથી ચેતવા વલસાડ પોલીસે સૂચન બહાર પાડ્યું છે. આવા એસએમએસ ફ્રોડ છે. કોઇપણ કંપની સીમ 5 જી ના મેસેજ નહી કરતી હોવાનું હાલ જાણવા મળ્યું છે. જેનાથી ચેતવું જરૂરી બન્યું છે.આવા સાઇબર ઠગોની નીત નવી ટેક્નિકથી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે.ભેજાબાજો હવે ઓટીપી માંગીને નહી પરંતુ જુદી જુદી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી છેતરપિંડી કરતા સાઇબર ઠગોની સામે વલસાડ પોલીસે સાઇબર ઠગોથી લોકોને ચેતવવા સૂચન કર્યું છે.
એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેના થકી તમારા બેંક એકાઉન્ટની જાણી લેય છે વિગતો
સીમ કાર્ડ 5 જીમાં અપડેટ કરવાના મેસેજ આવી રહ્યા છે. જેને જોઇ લોકો તેમાં આપેલા નંબર પર ફોન કરે તો ટીમ વીવીર અથવા એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેના થકી તમારા બેંક એકાઉન્ટની વિગતો જાણી તેમાંથી પૈસા ઉપાડી લેતા હોય છે.જેનાથી ચેતવું જરૂરી બન્યું છે.આવા સાઇબર ઠગોની નીત નવી ટેક્નિકથી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે.ભેજાબાજો હવે ઓટીપી માંગીને નહી પરંતુ જુદી જુદી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી છેતરપિંડી કરતા સાઇબર ઠગોની સામે વલસાડ પોલીસે સાઇબર ઠગોથી લોકોને ચેતવવા સૂચન કર્યું છે.