સુરત: વેડરોડ વિજયનગર-૨ સ્થિત સમર્પણ એપાર્ટમેન્ટમાં આવેલા ન્યુ ગૌતમ જ્વેલર્સના માલિકોએ ગ્રાહકો (Customers) પાસેથી નવા સોનાના દાગીના બનાવી આપવાના બહાને લાખો રૂપિયાના દાગીના અને મજૂરીના પૈસા ઓળવી દુકાન વેચીને છૂમંતર થઈ ગયા છે, આ અંગેની ફરિયાદ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધાઈ છે.
મૂળ ભાવનગર જિલ્લાના ગોગાના બુઅલીગામના વતની અને હાલ કતારગામ વાળીનાથ ચોક, વિહાર સોસાયટી-૧માં રહેતા જીવરાજ પારઘી(ઉ.વ.૬૫) નિવૃત જીવન ગુજારે છે. જીવરાજ પારઘી વેડરોડ વિજયનગર-૨ સ્થિત સમર્પણ એપાર્ટમેન્ટમાં આવેલા ન્યુ ગૌતમજ્વેલર્સમાં નવા દાગીના બનાવવા ગયા હતા. જ્યારે ન્યુ ગૌતમ જ્વેલર્સના માલિક મહેશ બાબુ સોની, વિમલ બાબુ સોની અનેસુ મિત્રાબેન બાબુ સોનીએ ઈરાદાપૂર્વક જીવરાજ પારઘી પાસેથી જુના સોનાના દાગીના મેળવી નવા બનાવીને આપવાનું કહ્યું હતું. પરંતુ દાગીના આપવાના બદલે આ ત્રિપુટી ફરાર થઈ જતાં સિનિયર સિટિઝન જીવરાજ પારઘી ચોંકી ઉઠ્યા હતાં. હકીકતમાં આ ત્રિપુટીએ ગત એપ્રિલ માસથી ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન જીવરાજ પારઘી ઉપરાંત અન્ય ગ્રાહકો પાસેથી પણ નવા સોનાના દાગીના બનાવી આપવાના બહાને જુના સોનાના દાગીના મેળવ્યા હતા. સાથે સાથે મજુરીના પૈસા પણ હપ્તે હપ્તે પૈસા મેળવી લીધા હતા અને ગ્રાહકોને નવા દાગીના બનાવીને આપવાની વાત તો દૂર આ ત્રણેય દુકાન વેચીને રાતોરાત ફરાર થઈ ગયા હતા. આ અંગે જીવરાજ પારઘીએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ન્યુ ગૌતમ જ્વેલર્સના માલિક મહેશ સોની, વિમલ સોની અને સુમિત્રા સોની સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
સોસીયો સર્કલ પાસે ફર્નિચરના શો-રૂમ અને હાર્ડવેરની દુકાનમાં કામ કરતા કર્મચારીની 9.22 લાખની ઠગાઈ
સુરત : સોસીયો સર્કલ પાસે આવેલા કોર વેલ્યુ ફોર ફર્નિચર શો-રૂમમાં તથા ભટાર ખાતે ગણપતિ હાર્ડવેર ખાતે કલેક્શનનું કામ કરતા યુવકે 51 હજાર ઉપાડ લઈ અલગ અલગ પાર્ટીઓ પાસેથી મળીને કુલ 9.22 લાખ કલેક્શન કરીને નોકરી પર આવવાનું બંધ કરી ફોન પણ સ્વીચઓફ કરી ગાયબ થયો હતો. ખટોદરા પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
ભીમરાડ ખાતે જાસ્મીન એપાર્ટમેન્ટમાં રહેતા 38 વર્ષીય પ્રકાશભાઈ પીથારામ તાવણીયા સોસીયો સર્કલ પાસે બ્લુ સ્કાય કોમપ્લેક્ષમાં કોર વે લ્યુ ફોર ફર્નિચર નામથી ફર્નિચર રો મટીરીયલ સામાનનું ખરીદ વેચાણનું કામ કરે છે. તેમણે ખટોદરા પોલીસ સ્ટેશનમાં નંદકિશોર શર્મા (રહે, શ્યામ કોમ્પલેક્ષ, ભટાર રોડ) ની સામે ફરિયાદ દાખલ કરી છે. નંદકિશોર શર્માને સાતેક મહિના પહેલા શો-રૂમનું માર્કેટીંગનું તથા વેપારીઓ પાસેથી બીલના પેમેન્ટનું કલેક્શનનું કામ કરવા નોકરી પર રાખ્યો હતો. સાથે જ પ્રકાશભાઈના મામાની હાર્ડવેરની દુકાનમાં પણ કલેક્શનનું કામ કરતો હતો. તેણે છેલ્લા દોઢેક મહિનાથી આવવાનું બંધ કરી દીધું હતું. ગત 2 ડિસેમ્બરે પ્રકાશભાઈએ તેમના કાકા બજરંગભાઈને ફોન કરીને પેમેન્ટ માંગતા 15 દિવસ પહેલા નંદકિશોરને પેમેન્ટ આપી દીધાનું કહ્યું હતું. નંદકિશોરને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. પ્રકાશભાઈએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, નંદકિશોરે 8 જેટલા વેપારીઓ પાસેથી કુલ 6.52 લાખના પેમેન્ટની ઉઘરાણી કરી છે. આ સિવાય તેમના મામાની દુકાનનું પણ પેમેન્ટનું કલેક્શન કર્યું હતું. તથા 51 હજાર ઉપાડ લઈને ગયો હતો. તેને કુલ 9.22 લાખ રૂપિયાનું કલેક્શન કરી પેમેન્ટ નહીં આપી વિશ્વાસઘાત કરતા ખટોદરા પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.