Sports

ધોની IPLમાંથી પણ લેશે નિવૃત્તિ? આ વીડિયોએ ચાહકોની ધડકન વધારી

ચેન્નાઈ: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) 10મી વખત ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL) ફાઇનલમાં પહોંચ્યા પછી કરિશ્માયુક્ત કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ (Dhoni) કહ્યું કે તે રમવાનું ચાલુ રાખે કે ન રમે તે હંમેશા ચેન્નાઈની ટીમ સાથે રહેવાનું પસંદ કરશે. નિવૃત્તિ (Retirement) અંગે પણ તેણે કહ્યું હતું કે મારી પાસે વિચારવા માટે હજુ 8-9 મહિના છે, તો અત્યારથી માથું શા માટે દુખાવું. ત્યારે CSKનાં ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર એવું જોવા મળ્યું છે જેણે સૌની ચિંતા વધારી દીધી છે.

ત્યારે હવે CSKનાં ઓફિશિયસ ટ્વિટર અકાઉન્ટ પરથી ધોનીનો એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને ચાહકોમાં ચર્ચા ચાલી રહી છે કે શું થાલા રિટાયરમેન્ટ લઈ લીધું છે. વીડિયોમાં ધોનીને ડ્રેસિંગ રૂમમાં પરત ફરતો જોઈ શકાય છે. ઉપરાંત વીડિયોમાં તે બેટિંગ અને વિકેટકિંપગ કરતો હોય તેવું પણ જોઈ શકાય છે. CSKએ આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે ઓ કેપટન… મારા કેપ્ટન!

આ વીડિયો જોયા પછી કેટલાક ચાહકો કહ્યું છે કે જેવી રીતે ધોનીએ ટેસ્ટ અને વન-ડે ચેમ્પિયનશીપમાંથી નિવૃત્તિ લઈ લીધી તેવી જ રીતે તે આઈપીએલને પણ અલવિદા ન કહી દે. 15 ઓગસ્ટના રોજ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિટેરને પણ અલવિદા કહી દીધું હતું. ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતે ત્રણ આઈસીસી મેડલ મળ્યા છે.

ચેન્નાઈને ચાર વખત ચેમ્પિયન બનાવનાર સુકાનીએ અગાઉ કહ્યું હતું કે ચેન્નાઈ માટે મેદાન પર રમવાની વાત હોય કે બાઉન્ડ્રીની બહાર બેસવાની વાત હોય હું ચેન્નાઈની સાથે રહેવાનું પસંદ કરીશ. તેણે કહ્યું હતું કે આગામી IPL હરાજી ડિસેમ્બરમાં છે. ત્યારે હું વિચારીશ.

ધોનીએ ઘૂંટણની ઈજા સાથે સંપૂર્ણ આઈપીએલ 2023ની સીઝન રમી હતી. જો કે ધોનીએ ઈજા માટે કરેલું સંઘર્ષ રંગ લાવ્યુ હતું. ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમી આઇપીએલ ટ્રોફી જીતી લીધી હતી. ધોનીની સર્જરી કોકિલાબેન હોસ્પિટલમાં થઇ હતી. મહેન્દ્ર સિંહ ધોનીએ IPL 2023ની ટ્રોફી જીત્યા પછી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં પોતાના ડાબા ઘૂંટણની સફળ સર્જરી કરાવી હતી.

Most Popular

To Top