નવી દિલ્હી : ક્રિકેટરોના (Cricketers) જીવન ઉપર અનેક બાયોગ્રફી (Biography) બની ચુકી છે જે દર્શકોએ ખુબ પસંદ પણ કરી છે. હવે ભારતીય ક્રિકેટ ટીમના ભુતપૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ‘દાદા’ના જીવન ઉપર પણ ફિલ્મ બનવા જઈ રહી છે. સૌરવ ગાંગુલીના જીવનમાં ખુબ જ ઉતાર અને ચઢાવ આવ્યા છે જે હવે મોટા પર્દે દર્શવવામાં આવશે ફિલ્મમાં અભિનયની વાત કરીએ તો રણવીર કપૂરને (Ranveer Kapoor) અભિનય માટે કાસ્ટિંગ કરવામાં આવ્યો છે. જેઓ દાદા કઈ રીતે ક્રિકેટ મેદાન ઉપર ઉતર્યા બાદ ફટકા બાજી કરતા હતા તે દર્શાવવામાં આવશે. વધુમાં આ બાયોપિકમાં તેમના અંગત અને પ્રોફેશનલ જીવનની યાત્રા પણ દર્શવવામાં આવશે જેના માટે ‘દાદા’એ અનુમતિ આપી દીધી છે. આ અગાઉ પણ બૉલીવુડમાં એમએસ ધોની (MS Dhoni) અને કપિલદેવની બાયોપિક બનાઈ ચુકી છે. બાયોપિકનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થઇ જશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.
સૌરવ ગાંગુલીએ સ્ક્રીપટ વાંચ્યા બાદ આપી મંજૂરી
સૌરવ ગાંગુલી ઉપર બાયોપિક બનશે એવી વાતો લાંબા સમયથી ચાલી રહી હતી. આ દરમ્યાન કહેતાલી અભિનેતાઓના નામો પણ ચર્ચામાં હતા. હવે સૌરવ ગાંગુલીના કિરદાર માટે રણવીર કપૂરના નામ ઉપર ફાયનલ મોહર લાગી ચુકી છે. બીજી તરફ સૌરવ ગાંગુલીએ તેમની બાયોપિક બનાવવા માટેની સ્ક્રીપટ પણબ વાંચી લીધી છે અને બાયોપિક બનવવા માટે લીલી ઝંડી પણ બતવી દીધી છે. જોકે હાલતો મેકર્સ દ્વારા આ વાતને લઇને કોઈ ઓફિશ્યલ જાહેરાત નથી કરી પણ બીજી તરફ રણવીર કપૂર તરફથી એ વાતની ખાત્રી કરવામાં આવી ચુકી છે કે તેમની પાસે પણ બાયોપિકની સ્ક્રીપટ આવી ગઈ છે.જેને લઇને હાલ વાતચીત ચાલી રહી છે.
એમએસ ધોનીનું પાત્ર પણ ફિલ્મમાં હશે
આ બાયોપિક અંગે પ્રાપ્ત જાણકારી અનુસાર આ ફિલ્મમાં માત્ર સૌરવ ગાંગુલી નહિ હોઈ પરંતુ બીજા પાત્રની પણ ચર્ચાઓ થઇ રહી છે. જેમાં એમ એસ ધોનીને પણ દર્શવાવામાં આવશે. જોકે હાલ ફિલ્મની સંપૂર્ણ કાસ્ટને લઇને કોઈ પણ બીજા કાસ્ટ સામે નથી આવ્યા એટલે કહી નહિ શકાય કે ફિલ્મમાં ધોનીનો રોલ કોણ ભજવશે.
શૂટિંગ ક્યારે શરુ થશે
એવું કહેવાય રહ્યું છે કે રણવીર કપૂર તેની આગામી ફિલ્મ ‘તુમ જૂઠી મેં મક્કાર’ના પ્રમોશન માંથી મુક્ત થયા બાદ આ ફિલ્મ માટે કામ શરુ કરવા જઈ રહ્યો છે. પરંતુ આ ફિલ્મની શૂટિંગ કરતા પહેલા રણવીર કપૂરે કલકત્તા જઈને સૌરવ ગાંગુલી સાથે ઘણો સમય વિતાવવો પડે તેવું છે. જેનાથી તેઓ તેમના દ્વારા અભિનીત કરવામાં આવેલા પાત્રને પુરેપુરો ન્યાય આપી શકે. પ્રાપ્ત જાણકારી અનુસાર ફિલ્મમાં સૌરવ ગાંગુલી નેટવૅસ્ટ સિરીઝમાં ગાંગુલીના પર્ફોમન્સ અને તેમની ધર્મપત્ની ડોના સાથે તેમના સંબંદો ઉપર પણ ફોક્સ કરવામાં આવ્યું છે.