Sports

મહિલા વન ડે વર્લ્ડકપમાં ભારતની પ્રથમ મેચ આ દિવસે પાકિસ્તાન સામે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICCI) દ્રારા બુધવારના (Wednesday) રોજ કરવામા આવી એક અગત્યપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડમાં (New Zealand) આવતા વર્ષે ચાર માર્ચથી (March) શરૂ થનારા મહિલા વન ડે વર્લ્ડકપમાં (Women’s oneday worldcup) ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ છ માર્ચે પાકિસ્તાન (Pakistan) સામે રમશે એવી જાહેરાત આજે બુધવારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC) દ્વારા કરવામાં આવી છે. ટૂર્નામેન્ટની ઉદ્દઘાટન મેચ યજમાન ન્યુઝીલેન્ડ અને વેસ્ટઇન્ડિઝની (West Indies) ટીમ વચ્ચે રમાશે અને તે પછી બે મહત્વપૂર્ણ મેચોમાં પરંપરાગત હરીફ ટીમો એકબીજા સામે બાખડશે. જેમાં ઓસ્ટ્રેલિયા (Australia)પાંચ માર્ચે હેમિલ્ટનમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ સામે જ્યારે ભારત છ માર્ચે ટોરંગામાં (Toranga) પાકિસ્તાન સામે રમશે.

31 દિવસ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં 31 મેચ રમાશે, જેમાં 8 દેશોની પ્રતિષ્ઠિત ટીમો ટ્રોફી મેળવવા માટે એકબીજા સામે રમશે. આ ટૂર્નામેન્ટની યજમાની ઓકલેન્ડ, ક્રાઇસ્ટચર્ચ, ડુનેડીન, હેમિલ્ટન, ટોરંગા અને વેલિંગ્ટન એમ છ શહેર કરશે. ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ભારતે ICC મહિલા ચેમ્પિયનશિપ 2017-20માં તેમની શ્રેષ્ઠ સ્થિતિના આધારે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું, જ્યારે ન્યુઝીલેન્ડ યજમાન તરીકે ટૂર્નામેન્ટ માટે આપમેળે ક્વોલિફાય થયું છે. ભારતીય ટીમ પાકિસ્તાન સામે પોતાની મેચ રમ્યા પછી 10 માર્ચે ન્યુઝીલેન્ડ, 12 માર્ચે વેસ્ટઇન્ડિઝ, 16 માર્ચે ઇંગ્લેન્ડ, 19 માર્ચે ઓસ્ટ્રેલિયા, 22 માર્ચે બાંગ્લાદેશ અને 27 માર્ચે દક્ષિણ આફ્રિકા સામે રમશે. લીગ ફોર્મેટમાં રમાનારી આ ટૂર્નામેન્ટમાં દરેક ટીમ એકબીજાની સામે રમશે અને તે પછી ટોચની ચાર ટીમ સેમી ફાઇનલ રમશે. પહેલી સેમી ફાઇનલ 30 માર્ચે વેલિંગ્ટનમાં અને બીજી સેમી ફાઇનલ 31 માર્ચે ક્રાઇસ્ટચર્ચમાં રમાશે અને ફાઇનલ પણ 3 માર્ચે અહીં જ રમાશે. સેમી ફાઇનલ અને ફાઇનલ બંને માટે એક એક દિવસ રિઝર્વ રખવામાં આવ્યો છે.

છેલ્લો મહિલા વિશ્વકપ માર્ચ 2020માં ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ તરીકે રમાયો હતો જેમાં યજમાનોએ ફાઇનલમાં ભારતને હરાવ્યું હતું. ભારતીય ટીમ વર્લ્ડ કપ પહેલા ન્યુઝીલેન્ડનો પ્રવાસ કરશે જેથી કરીને તે આ ટુર્નામેન્ટ માટે સારી તૈયારી કરી શકશે. બાંગ્લાદેશ, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝે કોવિડ-19 અનિશ્ચિતતાઓને કારણે મહિલા વર્લ્ડ કપ ક્વોલિફાયર રદ થયા બાદ તેમની ટીમ રેન્કિંગના આધારે છેલ્લા ત્રણ સ્થાન મેળવ્યા છે. આ ટુર્નામેન્ટ લીગ ફોર્મેટમાં રમાશે જેમાં દરેક ટીમ એકબીજાની સામે હશે. ટુર્નામેંટના અંતે, ટોચની ચાર ટીમો સેમિફાઇનલમાં આગળ વધશે.

Most Popular

To Top