દુબઇ: ન્યૂઝીલેન્ડને (New Zealand) વ ડે સિરીઝમાં 3-0થી કચડી નાંખવાની સાથે જ ભારતીય ટીમ (Indian Team) તો આઇસીસી (ICC) વન ડે ટીમ ન્યૂઝીલેન્ડને પછાડીને રેન્કિંગમાં નંબર વન પર પહોંચી ગયું હતું અને તેના એક દિવસ બાદ જ ભારતના ઝડપી મહંમદ સિરાજ ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટને હડસેલીને વન ડે બોલર્સ રેન્કિંગમાં ટોચના ક્રમે પહોંચી ગયો છે. આ રીતે આઇસીસી રેન્કિંગમાં ભારત હવે ટી-20 અને વન ડેમાં ટોપ પર છે, જ્યારે સિરાજ વન ડેમાં નંબર વન બોલર અને સૂર્યકુમાર યાદવ ટી-20માં નંબર વન બેટ્સમેન છે.
- બેટ્સમેન રેન્કિંગમાં ત્રણ ભારતીય સામેલ, શુભમન ગીલની 20 ક્રમની છલાંગ લગાવીને ટોપ ટેનમાં સીધી છઠ્ઠા ક્રમે એન્ટ્રી
- છેલ્લી 20 મેચમાં 37 વકેટ ઝડપનાર સિરાજે ટ્રેન્ટ બોલ્ટ અને જોશ હેઝલવુડને પછાડીને રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગયો
વ ડે રેન્કિંગમાં ટોપ ટેનમાં સિરાજ સિવાય બીજો કોઈ ભારતીય બોલર સામેલ નથી. 28 વર્ષીય સિરાજ હાલના શાનદાર ફોર્મમાં છે. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં શ્રીલંકા અને ન્યુઝીલેન્ડને પ્રભાવિત કરનાર સિરાજે છેલ્લી 20 મેચોમાં 37 વિકેટ ઝડપી છે. ભારતીય બોલરે ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટ અને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડને પાછળ છોડી દીધું છે. બીજી તરફ બેજોડ ફોર્મમાં ચાલી રહેલા ઓપનર શુભમન ગિલે 20 ક્રમની છલાંગ લગાવીને બેટ્સમેન રેન્કિંગમાં સીધી ટોપ ટેનમાં છઠ્ઠા ક્રમે એન્ટ્રી કરી છે. આ તેની કેરિયર બેસ્ટ રેન્કિંગ છે. બેટ્સમેન રેન્કિંગમાં વિરાટ કોહલી 7મા જ્યારે રોહિત શર્મા 9મા ક્રમે છે. આ રીતે બેટિંગ લિસ્ટમાં ટોપ-10માં 3 ભારતીય ખેલાડીઓ છે.
સૂર્યોદય આઇસીસી ટી-20 પ્લેયર ઓફ ધ યર
દુબઈ : ભારતીય ટીમના 360 ડિગ્રી બેટ્સમેન સૂર્યકુમાર યાદવને 2022માં તેના જોરદાર પ્રદર્શ સાથે ટી-20 ફોર્મેટમાં વિશ્વમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) દ્વારા સૂર્યાને મેન્સ ટી20 ક્રિકેટર ઓફ ધ યર 2022નો એવોર્ડ આપ્યો છે. ટી-20 ઈન્ટરનેશનલમાં એક કેલેન્ડર યરમાં 1000થી વધુ રન બનાવનાર તે માત્ર બીજો બેટ્સમેન બન્યો હતો. ગત વર્ષથી શરૂ થયેલા આઇસીસી મેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડની રેસમાં સૂર્યાએ પાકિસ્તાનના મહંમદ રિઝવાન, ઈંગ્લેન્ડના સેમ કરન અને ઝિમ્બાબ્વેના સિકંદર રઝાને પછાડ્યા હતા.
સૂર્યકુમાર યાદવે ગયા વર્ષે ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બે સદી ફટકારી હતી. બે સદી ઉપરાંત 9 અડધી સદીની ઇનિંગ્સ પણ સૂર્યાના બેટમાંથી નીકળી હતી. આ દરમિયાન તેણે 68 સિક્સર પણ ફટકારી હતી.