SURAT

સુરતમાં સતત વરસતા વરસાદના પગલે કોઝવે ભય સપાટી નજીક : પાલિકા દ્વારા બંધ કરી દેવાયો

સુરત (surat) શહેર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે શહેરના વિવિધ વિસ્તાર અસરગ્રસ્ત થયા છે, અને તાપી નદીમાં નવા નીર આવ્યા છે. જો કે કોઝવે ઓવરફ્લો (Overflow) નજીક આવતા તંત્ર દ્વારા પહેલાથી જ તકેદારીના ભાગ રૂપે બંધ (cozway close) કરી દેવાયો છે.

રવિવારે સુરત શહેરમાં એક સાથે 8 ઈંચ જેટલો વરસાદ (Heavy rainfall) પડ્યો હતો. જેના કારણે કોઝવેના લેવલ (Rule level)માં વધારો થયો છે. હાલ કોઝ વેની સપાટી 5.92 મીટર પર છે. 6 મીટર પર પહોંચતા જ કોઝ વે ઓવરફ્લો થઈ જશે. જો કે તંત્ર દ્વારા પહેલાથી જ શક્રિયતા દાખવીને રાંદેર કતારગામને જોડતા તાપી નદીના એક માત્ર ચેક ડેમ કોઝવેને બંધ કરી દેવાયો છે, જેથી આવનાર કેટલાક દિવસો સુધી અહીંથી પસાર થતા લોકોએ ક્યાં તો ચોકબજાર અથવા તો ડભોલી બ્રિજ પરથી નદી પાર કરવી પડશે.

વાહનોની અવર જવર માટે કોઝ વેને બંધ કરવામાં આવ્યો
સતત વરસતા વરસાદના પગલે સુરત શહેરમાં કાતરગામ અને રાંદેરને જોડતા કોઝ વેની સપાટીમાં વધારો થયો છે. છેલ્લા બે દિવસથી શહેર જિલ્લામાં ધોધમાર વરસાદથી કોઝ વે ખાતે તાપી નદીની સપાટીમાં વધારો થયો છે. છેલ્લા 2 દિવસમાં કોઝ વેની તાપી નદીની સપાટીમાં 1 મીટર જેટલો નોંધનીય વધારો થયો છે. જેના પગલે કોઝવે ઓવરફ્લો નજીક પહોંચી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસું હવે સક્રિય થયું છે. ચોમાસાની બીજી ઇનિંગમાં વરસાદે દક્ષિણ ગુજરાતમાં સર્વત્ર જળબંબાકાર કરી નાખ્યું છે. વીતેલા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો ખાડી પૂરની સમસ્યા સામે આવી છે. આ સાથે જ શહેરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાતા ઠંડક પ્રસરી છે.

ઉકાઈ ડેમની સપાટીમાં પણ નોંધનીય વધારો
વાત કરવામાં આવે તો ઉકાઇ ડેમના કેચમેન્ટમાં પણ મેઘરાજા વરસવાની સાથે જ ડેમમાં 3500 કયુસેકથી લઇને 16,000 કયુસેક ઇનફલો આવતા સપાટીમાં વધારો થયો છે, અને સપાટી 314.11 ફૂટ નોંધાઇ હતી. ઉકાઇ ડેમના કેચમેન્ટમાં પણ ધીમીધારે મેઘરાજા વરસતા પાણીની આવકમાં ધીરેધીરે ધારો થઇ રહ્યો છે. વિતેલા 24 કલાકમાં લખપુરીમાં 2.5 ઇંચ, ઉકાઇમાં 2 ઇંચ, ટેસ્કા, ચોપડવાવમાં 1.5 ઇંચ, કાકડીઅંબા અને નવાથામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. અને સપાટીમાં વધારો થઇને 314.11 ફૂટ પહોંચી હતી. ઉકાઇ ડેમનું રૂલલેવલ 333 ફૂટ અને ભયજનક સપાટી 345 ફૂટ છે.

Most Popular

To Top