National

બાળકોની રસી, આવતા વર્ષે માર્ચ સુધીમાં આવશે સીરમની ‘કોવોવેક્સ’ : આદર પૂનાવાલા

સીરમ ઇન્સ્ટિટ્યૂટ (SII)ના વડા અદાર પૂનાવાલ્લા (Adar poonawala)એ શુક્રવારે જણાવ્યું હતું કે બાળકો (Children) માટે તેમની રસી ‘કોવોવેક્સ’ (covovax) આવતા વર્ષના પ્રથમ ત્રિમાસિક સુધીમાં બહાર પાડવામાં આવશે. તે જ સમયે, વડીલો માટે આ રસી ઓક્ટોબર સુધીમાં ભારત (India)માં આપવાનું શરૂ કરવામાં આવશે. 

અદાર પૂનાવાલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા (Mansukh mandaviya)ને મળ્યા હતા. અને તેમણે કહ્યું કે પૈસાની કોઈ અછત નથી. અમને જે મદદ મળી રહી છે તેના માટે અમે પીએમ મોદી (PM Modi)ના ખૂબ આભારી છીએ. મંત્રી માંડવિયાને મળ્યા બાદ આદર પૂનાવાલાએ પત્રકારો સાથેની ચર્ચામાં જણાવ્યું હતું કે સરકાર અમને મદદ કરી રહી છે. કોઈ આર્થિક સંકટ નથી. આશા છે કે વડીલો માટે અમારી રસી કોવોવેક્સ આ વર્ષે ઓક્ટોબર સુધીમાં આવી જશે. કિંમત અંગે તેમણે કહ્યું કે કોવોવેક્સ લોન્ચ સમયે તેની કિંમત બધાને ખબર પડશે. તેમણે કહ્યું કે બાળકો માટે રસી 2022 ના પહેલા ત્રણ મહિનામાં આવશે. આદર પૂનાવાલાએ માંડવિયા સાથેની બેઠકમાં કોવિશિલ્ડના પુરવઠા અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે અમે રસીનું ઉત્પાદન વધારવા અંગે ચર્ચા કરી છે. યુરોપના 17 દેશોએ કોવિશિલ્ડને મંજૂરી આપી છે અને ઘણા મંજૂરી આપવાની પ્રક્રિયામાં છે. 

બીજા તબક્કાની અજમાયશ ચાલુ છે

ચાલો તમને જણાવી દઈએ કે, બીજા તબક્કાની અજમાયશ ચાલુ છે, 28 જુલાઈના રોજ, સેન્ટ્રલ ડ્રગ્સ ઓથોરિટીના નિષ્ણાતોએ 2 થી 17 વર્ષની વયના બાળકો પર સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં બનાવેલી ‘કોવોવેક્સ’ રસીના બીજા તબક્કાના ટ્રાયલને શરતી મંજૂરીની ભલામણ કરી છે. બીજા તબક્કાના ટ્રાયલમાં સીરમે સંશોધિત પ્રોટોકોલ રજૂ કર્યા હતા જે બાળકોને સમાવવાની ઓફર કરે છે. આને પ્રાધાન્ય આપતા, નિષ્ણાતોની સમિતિએ હવે બાળકો પર ટ્રાયલ કરવાની ભલામણ કરી છે. જો આ અજમાયશ સફળ થશે તો બાળકોના રસીકરણનો માર્ગ ખુલશે.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, અમેરિકન બાયોટેકનોલોજી કંપની નોવોવેક્સે (Novovax) સીરોમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સાથે કોરોના રસી બનાવવા માટે કરાર કર્યો હતો. નોવોવેક્સની કોરોના રસી ભારતમાં કોવોવેક્સ નામથી બનાવવામાં આવી રહી છે. પહેલા જાણવા મળ્યું હતું કે સીરમ સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં આ રસી શરૂ કરવાની યોજના બનાવી રહી છે. ભારતમાં તેની બીજી ટ્રાયલ અંતિમ તબક્કામાં છે. જો કે, તે બાળકો પર એક અલગ ક્લિનિકલ ટ્રાયલ કરશે અને આ ટ્રાયલમાં બધું બરાબર થાય તે પછી જ તે બાળકો માટે ઉપલબ્ધ થશે. 

Most Popular

To Top