બીજિંગ: કોવિડ-19 (Covid-19) કેસોમાં વધારાનો સામનો કરી રહેલું ચીન (China) વધુ ઈન્ટેન્સીવ કેર યુનિટ સ્થાપી રહ્યું છે અને હોસ્પિટલોને (Hospitals) વધુ મજબૂત કરવાના પ્રયાસ કરી રહ્યું છે. ચીન વાયરસને અટકાવવા માટેના નિયંત્રણો પાછા લઈ રહ્યું છે જેણે લાખો લોકોને તેમના ઘરમાં કેદ કર્યા હતા, આર્થિક વિકાસને તોડી પાડયો હતો અને પ્રદર્શનોને પ્રેરીત કર્યા હતા.
- ચીન વાયરસને અટકાવવા માટેના નિયંત્રણો પાછા લઈ રહ્યું છે
- પ્રમુખ શી જિનપીંગની સરકાર વાયરસના સંક્રમણને અટકાવવા વચનબદ્ધ છે
- રોજ એક વખત ફરજિયાત ટેસ્ટીંગને સમાપ્ત કરી હતી
પ્રમુખ શી જિનપીંગની સરકાર વાયરસના સંક્રમણને અટકાવવા વચનબદ્ધ છે.
પણ તેના હાલના પગલાઓ સંકેત આપે છે કે સત્તાધીશ કમ્યુનિસ્ટ પાર્ટી ક્વોરન્ટાઈન વગર અથવા પ્રવાસ અથવા વ્યવસાયો પર પ્રતિબંધ લગાવ્યા વગર વધુ કેસોને સહન કરશે જ્યારે તે પોતાની ‘શૂન્ય કોવિડ’ નીતિને છોડી રહી છે. હોસ્પિટલોને પૂર્ણ રીતે સક્રીય કરવા અને તેમની સામનો કરવાની અસરકારકતાની ખાતરી કરવા સ્ટાફમાં વધારો કરવા સાથે જ દવાઓના પુરવઠામાં વધારો કરવા ગુરુવારે કેબિનેટ બેઠક થઈ હતી, એમ એક સરકારી મીડિયાએ જણાવ્યું હતું.
રોજ એક વખત ફરજિયાત ટેસ્ટીંગને સમાપ્ત કરી હતી
અધિકારીઓને કહેવાયું છે કે તેમના વિસ્તારમાં 65 અને તેનાથી વધુ વયના તમામ લોકોના આરોગ્ય પર નજર રાખવામાં આવે.જો કે તે સ્પષ્ટ નથી થયું કે સંક્રમણની સંખ્યામાં કેટલો વધરા થયો છે કારણ કે ચીની સરકારે ગયા અઠવાડિયે કેટલાંક વિસ્તારમાં રોજ એક વખત ફરજિયાત ટેસ્ટીંગને સમાપ્ત કરી હતી. પણ ઈન્ટરવ્યુ અને સોશીયલ મીડિયામાં લોકો કહી રહ્યા છે કે દેશભરમાં ઉદ્યોગ-વ્યવસાયોમાં અને શાળાઓમાં કેસોની સંખ્યા વધી રહી છે. વધુ સંખ્યામાં કર્મચારીઓ માંદા પડયા હોઈ અમુક રેસ્ટોરન્ટ અને અન્ય વેપાર કંપનીઓ બંધ રહ્યા હતા.રવિવારે સરકારે 10815 નવા કેસનો અહેવાલ આપ્યો હતો જેમાં 8477 વગર લક્ષણના હતા.