National

AAP નેતા આતિશીને કોર્ટે જામીન આપ્યા, ભાજપા નેતાએ કરી હતી માનહાનિ કેસમાં ફરિયાદ

નવી દિલ્હી: દિલ્હી સરકારના (Delhi Govt) મંત્રી અને આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) નેતા આતિશી (Atishi) મંગળવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં પહોંચ્યા હતા. જ્યાં માનહાનિના કેસમાં આતિશીને 20 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અસલમાં અગાઉ ભાજપના નેતા પ્રવીણ શંકર કપૂર દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં તેમને સમન્સ મોકલવામાં આવ્યા હતા.

અગાઉ 29 જૂને રાજ્ય બીજેપી મીડિયા ચીફ પ્રવીણ શંકર કપૂર દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં આમ આદમી પાર્ટીની મંત્રી આતિશીની સુનાવણી થઈ હતી. ત્યાર બાદ રાઉઝ એવન્યુ કોર્ટે આ કેસની સુનાવણી 23 જુલાઈએ કરી હતી. ત્યારબાદ કોર્ટને જાણવા મળ્યું હતું કે સરનામું ખોટું હોવાના કારણે સમન્સ પાઠવી શકાયું નથી. જોકે, આતિશી તેના વકીલ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થઇ હતી. તેમજ ફરિયાદની નકલ કોર્ટમાં હાજર તેમના વકીલને આપવામાં આવી હતી.

સમગ્ર મામલે બીજેપી નેતા પ્રવીણ શંકર કપૂરના વકીલ શૌમેંદુ મુખર્જીએ કહ્યું હતું કે આરોપી વ્યક્તિ (આતિશી) તેના વકીલો સાથે વીડિયો કોલ મારફતે હાજર થયા હતા અને દાવો કર્યો હતો કે તેમને સમન્સ મોકલવામાં આવ્યા નથી. જે મારા માટે ખૂબ જ ખરાબ દલીલ છે. હવે તેમણે આગામી તારીખે જામીન લેવા પડશે અને ટ્રાયલ માટે હાજર થવું પડશે.

પ્રવીણ શંકરે આતિશી પર ભાજપ પર ખોટા આરોપો લગાવવાનો અને પાર્ટીની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે પ્રવીણ શંકર કપૂરે અરજીમાં આરોપ લગાવ્યો હતો કે આતિશી અને સીએમ કેજરીવાલે ભાજપ પર આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને પૈસા આપીને ભાજપામાં જોડાવા માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો, જે સંપૂર્ણપણે ખોટો છે. જેનાથી પાર્ટીની છબી ખરાબ થઈ છે.

આજની સુનાવણી બાદ કોર્ટમાંથી બહાર આવતાં મંત્રી આતિશીએ બજેટને લઈને મીડિયાને કહ્યું હતું કે અમને આશા છે કે દિલ્હીને 20 હજાર કરોડ રૂપિયા મળશે. દિલ્હીના લોકો 2 લાખ કરોડ રૂપિયા આપે છે અને કેન્દ્રનો હિસ્સો 25 હજાર રૂપિયા GSTના રૂપમાં આપે છે. અમને આશા છે કે અમને તેમાંથી ઓછામાં ઓછા 10 ટકા મળશે. અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 10,000 કરોડ રૂપિયા અને MCD માટે 10,000 રૂપિયાની માંગણી કરી છે.

Most Popular

To Top