સૌરાષ્ટ્ર: યુક્રેન રશિયાના યુદ્ઘની અસર દરેક દેશની અર્થવ્યવસ્થા ઉપર પડી છે. ભારતમાં પણ દરેક વસ્તુમાં ભાવવઘારો ઝીંકાયો છે. જેની સીઘી અસર સામાન્ય માનવીના ખિસ્સા ઉપર જોવા મળી છે. ભારતમાં દૂધ, તેલ, પેટ્રોલ વગેરેના ભાવમાં વઘારો થયો છે. આ સ્થિતનો ફાયદો મોટાંભાગના સંગ્રહખોરો (Hoarders) ઉઠાવી રહ્યાં છે. તેઓ જૂના તેમજ ઓછાં ભાવે માલની મોટા પાયે ખરીદી કરે છે. જે વસ્તુ લાંબાં સમય સુઘી નાશ ન પામે તેનો સંગ્રહ કરે છે અને બજારમાં તે વસ્તુની ખોટ વર્તાતા તેને ઉંચા ભાવે વેચે છે.
મળતી માહિતી મુજબ કપાસિયા અને સીંગતેલ (Cottonseed And Singtel)તેલમાં છેલ્લા 30 દિવસમાં 495 રૂપિયાનો ભાવ વધારો જોવા મળ્યો છે. આ ભાવવધારાને લીધે સૌરાષ્ટ્રના ગ્રાહકોએ આ 30 દિવસમાં જ 15 કરોડ રૂપિયા વધુ ચૂકવવા પડ્યા. પરતું હાલમાં પુરવઠા વિભાગે સ્ટોક લિમિટ (Stock limit) જાહેર કરી છે.
- છેલ્લા એક મહિનામાં તેલ 30 થી 250 રૂપિયા સુધી મોંઘું થયું છે.
- સૌરાષ્ટ્રમાં તેલનો વપરાશ 15 થી 20 હજાર ટીનનો છે
- સંગ્રહખોરો મોકનો ફાયદો ઉઠાવી જૂના ભાવનો માલ નવા ભાવમાં વેચે છે.
કપાસ અને મગફળીના વાવેતરમાં સૌરાષ્ટ્ર મોખરે છે. આ વર્ષે ખેડૂતોને 2100 થી 2200 રૂપિયા સુધી કપાસના ભાવ મળ્યા છે. કપાસના ભાવ સારા મળવાથી એવી સંભાવના છે કે સૌરાષ્ટ્રમાં કપાસનું ઉત્પાદન વધશે અને મગફળીના વાવેતરમાં ઘટાડો થઈ શકે છે. તેનું એક કારણ એ છે કે કપાસના વાવેતરમાં મજૂર ખર્ચ, મહેનત અને અન્ય ખર્ચ ઓછો થાય છે. જ્યારે મગફળીના વાવેતરમાં આનાથી તદન ઊલટું છે. તેમાં આ બધુ જ વધારે લાગે છે.
ખેડૂતોની જણસી એકસાથે વેચે ત્યારે તેનો ભાવ દબાતો નથી. તે માટે સરકાર મગફળી અને અન્ય જણસી ખરીદે છે. પછી આ માલની અછત ઊભી થાય ત્યારે તેના ભાવ વધે નહીં તે માટે તેને તે સમયે તેમની પાસે રહેલો માલ બહાર કાઢે છે. સરકાર પાસે અત્યારે આ માલ છે તો તેઓએ આ માલ વેચવા માટે બહાર કાઢવો જોઈએ. જો આવું કરવામાં આવે તો બજારમાં મગફળીની ઉપલબ્ધતા વધે અને તેના ભાવમાં પણ વધારાની શક્યતા ઓછી રહે.