સુરત : શેમ્પુ, સાબુ, હેર ઓઇલ સહિતની વિવિધ કોસ્મેટીક પ્રોડક્ટ (cosmetic product) બનાવતી બ્રાન્ડેડ (Branded) કંપનીઓની (company) પરવાનગી વગર તેમની પ્રોડક્ટનું ડુપ્લિકેશન (Duplication) કરી તેનું ઓનલાઇન વેચાણ કરતા બે જણા વિરૂધ્ધ સાયબર ક્રાઇમ (Cybercrime) પોલીસ (Police) મથકમાં ગુનો નોંધાયો છે.પોલીસે કુલ રૂ.26.81 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.સાયબર ક્રાઇમ પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર પરવત પાટીયા રાજમહેલ એ.સી.મોલના પહેલા માળે આવેલી દુકાન નં. 49માં વિવિધ બ્રાન્ડેડ કંપનીની સાબુ, શેમ્પુ સહિતની કોસ્મેટિક પ્રોડ્કટનું ડુપ્લિકેશન કરીને વેચાણ થતું હોવાની વેસ્ટ મલાડ મુંબઇ ખાતે નેટરિકા કન્સ્લટન્સીનાં દક્ષિણ અને પશ્વિમ ગુજરાતમાં સિનિયર એક્ઝિક્યુટીવ તરીકે છેલ્લા આઠ વર્ષથી નોકરી કરતા દિપક બાબુલાલ પટેલને માહિતી મળી હતી.
પોલીસે આરોપી પાસેથી કુલ રૂ.26.81 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
દરમિયાન તેમણે સુરત આવી સાયબર ક્રાઇમ પોલીસને સાથે રાખી રાજમહેલ એસી મોલમાં રેડ કરી હતી. જ્યાં જેમિલ નરેશ વેલજીભાઇ ભરોડીયા કેનિલ વિનુભાઇ ઝાસોલિયા મળી આવ્યા હતા. આ બંને જણા એકબીજાના મેળાપીપણામાં હિન્દુસ્તાન યુનિલિવર, મેરિકો અને રેકીટ બેન્ચકાઇસર તથા હોન્સા કન્ઝયૂમર પ્રા.લિમિટેડ કંપનીની મંજુરી વગર તેની પેટર્ન સીમ્બોલ તથા કલર માર્કાની કોપીરાઇટ કરી ઉપરોક્ત કંપનીઓના શેમ્પુ, લેકમે કંપનીના કાજલ, ડવ શેમ્પુલ, લેકમે લિપ્સ્ટીક, એચયુએલ કંપનીના ઇન્દુ લેખા તેલ, હેર સિરમ, વીટ મેન હેર રિમુવલ ક્રીમ સહિત વિવિધ કોસ્મેટીક પ્રોડક્ટનું વેચાણ કરતા હતા. પોલીસે આરોપી પાસેથી કુલ રૂ.26.81 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઓનલાઇન પ્રોસેસ કરી આપશે’ કહી 49 હજાર ટ્રાન્સફર કરી લીધા
સુરત: ડભોલી ખાતે ભેજાબાજે યુવકને જીયોનું કાર્ડ રિચાર્જ નહી કરાવો તો બંધ થઈ જશે કહીને એક લિંક મોકલી હતી. અને આ લિંક પરથી એનીડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી યુવકના ખાતામાંથી 49 હજાર ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.સિંગણપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડભોલી ચાર રસ્તા પાસે શ્રીજી નગર સોસાયટી-2 માં રહેતા 47 વર્ષીય મુકેશ સવજી ગાબાણી મૂળ તા. ગઢડા, જિ. બોટાદના વતની છે. અઠવાડિયા પહેલા તેમને જીયો કંપનીનો મેસેજ આવ્યો હતો. અને મેસેજમાં તમે રિચાર્જ નહીં કરાવો તો તમારૂ કાર્ડ બંધ થઇ જશે. ત્યાર બાદ જીયો કંપનીમાંથી આ માટે કોલ આવ્યો હતો. જેથી મુકેશભાઈએ શું પ્રોસેસ કરવાની છે એમ કહેતા ભેજાબાજે તમારા નજીકના જીયો સ્ટોરમાંથી પ્રોસેસ કરી લઇશું, તમારે સ્ટોર સુધી જવાની જરૂર નથી એમ કહી એક લિંક મોકલાવી હતી. લિંક ઉપર ક્લીક કરતા એનીડેસ્ક નામની એપ્લિકેશન ડાઉનલોડ થઈ હતી. ત્યારબાદ મુકેશના બેંક એકાઉન્ટમાંથી રોકડા 49,371 રૂપિયા કપાઇ ગયા હતા. મુકેશે તુરંત જ કેમ આવું થયું એમ પુછતા બીજી વાર ક્લીક કરો તો તમારા રૂપિયા પરત આવી જશે એમ કહી ફોન કટ કરી દીધો હતો. બાદમાં મુકેશભાઈએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી તી.