બિહાર: બિહાર (Bihar) વિધાનસભામાં બીજેપીના (BJP) વિધાયકોએ ગુરુવારે જબરદસ્ત હંગામો કર્યો હતો. બીજેપીએ નિતિશ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો અને સાથે ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પાસેથી રાજીનામાની (Resignation) માગ કરી હતી. બીજેપીના બે વિધાયકોને સદનથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા જ્યારે અન્ય પાર્ટીના વિધાયકોએ સદનમાંથી વોકઆઉટ કર્યું હતું. આ સાથે બીજેપીએ શિક્ષકોની નિમણૂકમાં ભ્રષ્ટાચારના (Corruption) આક્ષેપો કર્યા હતા.
બિહાર વિધાનસભામાં હંગામા પછી પ્રોટેસ્ટ કરી રહેલા બીજેપીના નેતા પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો જેમાં એક બીજેપી નેતાનું મૃત્યુ થયું હતું. બીજેપી નેતાઓનું કહેવું છે કે પટનાના ડાકબંગલા ચોક પર પોલીસે બળપ્રયોગ કર્યો હતો. જેમાં જહાનાબાગ નગરના બીજેપીના મહામંત્રી વિજય કુમાર સિંહનું મૃત્યુ થયું હતું.
મહાગઠબંધન સરકાર ભ્રષ્ટાચારના ગઢને બચાવવા માટે લોકશાહી પર હુમલો કરી રહી છે: જેપી નડ્ડા
પોલીસ લાઠીચાર્જમાં વિજય ઘાયલ થયા હતો જેના કારણે તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પણ ત્યાં ડોકટરે તેમને મૃત ધોષિત કર્યા હતા. આ પછી રાજકારણ પણ ગરમાયું છે. બીજેપી નેતા જેપી નડ્ડાએ નિતિશ સરકાર પણ પ્રહાર કર્યા છે. તેમણે ટ્વિટ કર્યું છે કે આ રાજ્ય સરકારની નિષ્ફળતા અને ઉન્માદનું આ પરિણામ છે. મહાગઠબંધન સરકાર ભ્રષ્ટાચારના ગઢને બચાવવા માટે લોકશાહી પર હુમલો કરી રહી છે, બિહારના મુખ્યમંત્રી ચાર્જશીટ કરાયેલ વ્યક્તિને બચાવવા માટે તેમની નૈતિકતા પણ ભૂલી ગયા છે.
ભાજપે ભ્રષ્ટાચાર, રોજગાર અને શિક્ષકની નિમણૂક પર પ્રશ્નો ઉઠાવ્યા
આ પહેલા વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં જ ભાજપના ધારાસભ્યોએ ગૃહમાં હંગામો મચાવ્યો હતો. ભાજપે ભ્રષ્ટાચાર, રોજગાર અને શિક્ષકની નિમણૂક પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ભાજપના સભ્યો નિતિશ કુમારની સરકારને ઘેરી અને પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ ભાજપના બે ધારાસભ્યોને વિધાનસભામાંથી બહાર કાઢવામાં આવ્યા. આ બાદ તેઓએ રેલી કાઢી હતી જેમાં ધારાસભ્યો અને આગેવાનો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.