ભારતીય મહિલા ટી 20 ક્રિકેટ ટીમની કેપ્ટન અને સ્ટાર – ઓલરાઉન્ડર હરમનપ્રીત કૌરને કોરોનાથી ચેપ લાગ્યો છે. હરમનપ્રીત, કોવિડ -19 ના હળવા લક્ષણોનો અનુભવ કર્યા પછી, તેણે પોતાની કોરોના તપાસ કરાવી હતી જેમાં તેઓ પોઝિટિવ આવતા હાલ પુરી ટીમને ચેપ લાગવાની ભીતિ સેવાય રહી છે.
32 વર્ષીય મહિલા ક્રિકેટર તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે રમાયેલી વનડે સિરીઝમાં ટીમનો ભાગ હતી. પરંતુ પાંચમી મેચમાં ઈજાને કારણે તે ટી -20 સિરીઝ રમી ન હતી. સમાચાર એજન્સી પીટીઆઈએ એક સ્ત્રોતને ટાંકીને જણાવ્યું છે કે હરમનને ચાર દિવસથી તાવ આવ્યો હતો અને તે હળવા લક્ષણોનો અનુભવ કરી રહી હતી. આ પછી, તેણે સોમવારે કોરોનાનું પરીક્ષણ કરાવ્યું અને આજે એટલે કે મંગળવારે તેની કોરોના રોપોર્ટ પોઝિટિવ આવી છે. જો કે, તે હજી પણ સ્વસ્થ છે અને ઘરે જ પોતાને ક્વોરેન્ટાઇન કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર તે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં સતત તપાસ હેઠળ હતી અને તે સમયે તે સારી હતી, તેથી સંભવ છે કે તેણે આ ચેપ બહારના કોઈ દ્વારા લાગ્યો હોય.
જણાવી દઈએ કે હરમનપ્રીત સિવાય ઘણા પુરુષ ક્રિકેટરો પણ કોરોનાથી સંક્રમિત થયા જેમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ અને એસ બદ્રીનાથનો સમાવેશ થાય છે. તે બધાએ તાજેતરમાં સમાપ્ત થયેલ રોડ સેફટી વર્લ્ડ સિરીઝમાં ભાગ લીધો હતો અને આ વર્ગ ઇન્ડિયા લીજેન્ડ માટે રમ્યો હતો.