નવી દિલ્હી : હાલ આખી દુનિયામાં કોરોના વાયરસનો (Corona virus) અંત આવવાની આશા હતી ત્યારે હવે તેનું એક નવું સ્વરૂપ (New Form) આવી ગયું છે. મહારાષ્ટ્ર (Maharashtra) અને ગુજરાતમાંથી (Gujarat) કોરોના CH.1.1નું નવું વેરિઅન્ટના મળી આવ્યું છે. જેણે સામાન્ય લોકોમાં હલચલ મચાવી દીધી છે. આ વેરિઅન્ટના કેસ ભૂતકાળમાં ઝડપથી વધ્યા હતા અને તે પ્રથમ મહારાષ્ટ્રમાંથી મળી આવ્યા હતા. અહીં આ પ્રકારના 16 કેસ મળી આવ્યા છે. તો ગુજરાતમાંથી 1 કેસ મળી આવ્યો છે. આ પછી, વૈજ્ઞાનિકો ફરી એક વખત સાવચેત થયા છે અને તેઓ માને છે કે ભવિષ્યમાં આ વેરિઅન્ટના કેસ વધુ વધી શકે છે.શું છે તેના લક્ષણો જાણીએ વિગતવાર.
કોરોના CH.1.1નું નવું સ્વરૂપ શું છે?
હવે સમજો કોરોનાનું આ નવું વેરિઅન્ટ CH.1.1 ડેલ્ટા વેરિઅન્ટના મ્યુટેશનથી વિકસિત થયું છે. એટલે કે તમારે તેને એવી રીતે સમજવું જોઈએ કે ડેલ્ટા વેરિઅન્ટે તેનું તદ્દન નવું સ્વરૂપ લીધું છે. જેના કારણે આ વેરિઅન્ટ અસ્તિત્વમાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ પ્રકાર ભવિષ્યમાં ચેપી સ્વરૂપ લઈ શકે છે અને સામાન્ય લોકોને તેનો શિકાર બનાવી શકે છે.
વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી ચેતવણી વધી શકે છે સંક્ર્મણ
આ પ્રકારના નવા વેરિએન્ટને કારણે વૈજ્ઞાનિકોમાં ચિંતા વધી ગઈ છે. આ વેરિઅન્ટ આગામી સમયમાં ફેલાઈ શકે છે. અને દર વખતે જે રીતે કોરોનાના કેસવધ્યા હતા તે રીતે જોઈએ તો અત્યાર સુધી આ પ્રકારના કેસ સામે આવ્યા નથી. પરંતુ, તે આપણી રસી અને રોગપ્રતિકારક શક્તિ સાથે કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તેના પર ઘણું નિર્ભર રહેશે. એટલા માટે વૈજ્ઞાનિકો આ અંગે ખુલ્લેઆમ કંઈપણ કહેવાનું ટાળી રહ્યા છે.
દરેક નાના-મોટા અપડેટ પર વૈજ્ઞાનિકોને ચાંપતી નજર
જો કે, અત્યારે આરોગ્ય વિભાગ કોરોનાના આ પ્રકારના વેરિયેન્ટને લઈને એલર્ટ મોડ પર છે અને તેને સંબંધિત દરેક નાના-મોટા અપડેટ પર વૈજ્ઞાનિકોને ચાંપતી નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. જોકે હાલમ આ પ્રકારનો માત્ર એક કેસ ગુજરાતમાં જોવા મળ્યો છે. પરંતુ વૈજ્ઞાનિકોને ડર છે કે આવનારા દિવસોમાં તેના કેસ વધી શકે છે. તેથી ત્યાં સુધી તેના વિશે બેદરકારી રાખવી જરાય યોગ્ય નથી. તેથી જ વૈજ્ઞાનિકો સૂચવે છે કે દરેક કેસ પર નજીકથી નજર રાખવી જરૂરી છે.