કોરોનાના વાયરસના કારણે સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી પહેલું મોત નોંધાયું હતું અને ત્યારથી જ રાજ્યનો આરોગ્ય વિભાગ સતર્ક થઇ ગયો હતો. સુરત મહાનગર પાલિકા, કલેક્ટર કચેરી અને પોલીસના અધિકારી સંકલન કરીને કોરોના વધુ નહીં ફેલાય તે માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. દરમિયાન આજે 9મી એપ્રિલે સવારે 10 વાગ્યા સુધીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે વધુ નવ દર્દીઓને જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જે મુબજ બેગમપુરાની 50 વર્ષીય મહિલાને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને તેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. પાંડેસરાના 50 વર્ષીય પુરૂષને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. પૂણાગામની 30 વર્ષીય યુવતીને મિશન હોસ્પિટલમાં ખસેડાઇ છે તેની પણ કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. કૈલાશનગરની 46 વર્ષીય મહિલાને મિશનમાં ખસેડાઇ છે અને તેની પણ કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. અડાજણની 64 વર્ષીય વૃદ્ધાને પણ મિશન હોસ્પિટલમાં ખસેડાઇ છે અને તેની પણ કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. જહાંગીરાબાદની 27 વર્ષીય યુવતીને મિશનમાં ખસેડાઇ છે તેની પણ કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. હરીપુરાના 31 વર્ષીય પુરૂષને પણ મિશનમાં ખસેડાયો છે તે પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યો હતો. જ્યારે પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા રાંદેરના 68 વર્ષીય વૃદ્ધને પણ સિવિલમાં ખસેડાયો છે જે પોઝિટિવ દર્દીના સંપર્કમાં હતો.
સુરતમાં નવા 9 શંકાસ્પદ કેસ
By
Posted on