World

કોરોના હવાથી ફેલાય છે, માસ્ક-સામાજિક અંતર પૂરતા નથી : લાન્સેટ જર્નલ

ન્યુયોર્ક : એવા સાતત્યપૂર્ણ અને મજબૂત પુરાવા છે કે કોવિડ-19 માટે જવાબદાર એવો કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુ હવામાં વધુ ઝડપથી ફેલાય છે એમ લાન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલો એક નવો અભ્યાસ જણાવે છે.

જર્નલ(lancet journal)માં પ્રકાશિત સમીક્ષા(review)માં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ (corona virus)હવામાં ઝડપથી ફેલાય છે. વાયરસ વિશે અત્યાર સુધી પ્રકાશિત થયેલા વિવિધ અભ્યાસની સમીક્ષા કરીને, નિષ્ણાતોએ પણ તેમની વાત સાબિત કરવા માટે ઘણા કારણો (reason) આપ્યા છે. યુ.કે., યુ.એસ. અને કેનેડાના છ નિષ્ણાતોના વિશ્લેષણમાં કહેવામાં આવ્યું છે કે આ વાયરસને હવા મારફતે ફેલાતો ગણવામાં નિષ્ફળ ગયેલા જાહેર આરોગ્યના પગલાંઓએ લોકોને અસુરક્ષિત બનાવ્યા છે અને આ વાયરસને ફેલાવા દીધો છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડરના જોસે-લુઇસ જિમેનેઝે જણાવ્યું હતું કે, હવા આધારિત સંક્રમણને ટેકો આપતા પુરાવા જબરજસ્ત છે, અને છીંક, ઉધરસ વગેરેમાંથી નીકળતા મોટા રજકણોની થિયરીને ટેકો આપતા પુરાવા લગભગ અસ્તિત્વમાં નથી.

સમીક્ષાના મુખ્ય લેખક, ઓક્સફોર્ડ યુનિવર્સિટી(oxford university)ના ટ્રિશ ગ્રીનહાલ કહે છે કે નવા ઘટસ્ફોટ થયા પછી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (who) સહિત અન્ય આરોગ્ય એજન્સીઓએ વાયરસના સંક્રમણની વ્યાખ્યા બદલવાની જરૂર છે. શારીરિક અંતર, માસ્ક સહિત તેમણે બનાવેલા અન્ય નિયમો, વાયરસને રોકવા માટે પૂરતા નથી. આ સમીક્ષા યુકે, યુએસએ અને કેનેડાના છ નિષ્ણાતો દ્વારા લખવામાં આવી છે. અધ્યયનમાં જાણવા મળ્યું છે કે ઘણા લોકો એક બીજાના સંપર્કમાં પણ આવ્યા નથી કે મળ્યા પણ નથી. ચોક્કસપણે વાયરસ હવામાંથી ફેલાય છે અને તેથી જ આ લોકોને ચેપ લાગી શક્યો છે. સંશોધન સૂચવે છે કે ચેપ ખુલ્લી જગ્યાઓની તુલનામાં બંધ સ્થળોએ વધુ ઝડપથી ફેલાય છે. બંધ જગ્યાઓને વેન્ટિલેટીંગ કરીને ચેપનો ફેલાવો ઘટાડી શકાય છે.

સમીક્ષા કહે છે કે સાયલન્ટ ટ્રાન્સમિશન વાયરસ ફેલાવવામાં પણ મદદરૂપ હતું. વાયરસનું પ્રસારણ 40 ટકા એ એવા લોકોમાંથી હતું જેનાં કોઈ લક્ષણો નથી. જેઓ ઉધરસ કે છીંક ખાતા ન હતા તેવા લોકોએ પણ અન્યોને ચેપ લગાડ્યો છે એમ આ અભ્યાસમાં જણાવાયું છે. આ સારવાર ન કરાયેલા લોકોએ સમગ્ર વિશ્વમાં વાયરસ ફેલાવ્યો છે. મોટા ટીપાંથી વાયરસના ઝડપથી પ્રસાર વિશે ખૂબ ઓછા પુરાવા મળ્યા છે. મોટા ટીપાં હવામાં રહેતાં નથી. તેનાથી સપાટીને ચેપ લાગે છે.

ઇન્ડોરમાં જોખમ વધારે, આઉટડૉરમાં ઓછું, વેન્ટિલેશન-એર ફિલ્ટરેશન જેવાં પગલાં જરૂરી
સંશોધકોએ કહ્યું કે હોટેલની નજીકની રૂમોમાં એક બીજાના સંપર્કમાં ન આવ્યા હોય એવા લોકો વચ્ચે લાંબા અંતરનું ટ્રાન્સમિશન થથાય છે. હાથ ધોવા અને સપાટીઓ સાફ કરવી એ સારું છે પણ એના પર ભાર મૂકવાને બદલે એરબોર્ન પગલાં પર ભાર મૂકાવો જોઇએ. ચેપી વ્યક્તિ શ્વાસ છોડે, બોલે, ઘાંટા પાડે, ગાય કે છીંકે ત્યારે એરસૉલ ઉત્પન્ન થાય છે અને એ બીજી વ્યક્તિ શ્વાસમાં લેવાથી ચેપગ્રસ્ત બને છે. વેન્ટિલેશન, એર ફિલ્ટરેશન, ભીડ ટાળવી અને ઇન્ડૉરમાં લોકો ઓછો સમય રહે એવા પગલાં લેવાવા જોઇએ. અન્ય પગલાંમાં માસ્કની ગુણવત્તા ને ફિટિંગ, હેલ્થકેર માટે હાયર ગ્રેડ પીપીઇ કિટ જેવા પગલાં લઈ શકાય.

Most Popular

To Top